• Gujarati News
  • માંજલપુર ડબલ મર્ડરની આરોપીનો ગર્ભપાત કરાયો

માંજલપુર ડબલ મર્ડરની આરોપીનો ગર્ભપાત કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરમાંડબલ મર્ડર કેસની મુખ્ય આરોપી સગર્ભા હોઈ કોર્ટની મંજૂરી સાથે તેને સોમવારે સયાજી હોસ્પિટલમાં ગર્ભપાત કરાયો હતો.

માંજલપુરની તિરુપતિ સોસાયટીમાં રહેતા શ્રીહરિ પુરુષોત્તમ વિનોદ તથા તેમનાં પત્ની સ્નેહાની તેમની 16 વર્ષીય દત્તક દીકરીએ પ્રેમી સપન પુરાણી સાથે મળી હત્યા કરી હતી.માંજલપુરની વૈષ્ણવદેવી સોસાયટીમાં રહેતા સપન પુરાણી સાથે સગીરાને સંબંધ હતો. જેને પગલે સગીરાને 3 માસનો ગર્ભ હતો. બનાવ પ્રકાશમાં આવતાં બંનેની માંજલપુર પોલીસે ધરપકડ કરી હતી. સપન હાલ જેલમાં છે. સગીરા નારી સંરક્ષણ ગૃહમાં છે. તેણે ગર્ભપાત કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માંજલપુર પોલીસે કોર્ટની મંજૂરી લઈ સોમવારે સયાજી હોસ્પિટલમાં તેનો ગર્ભપાત કરાવ્યો હતો. તબીબો અનુસાર, હાલ તેની તબિયત સારી છે. માંજલપુર પીઆઇ ઘોડે જણાવ્યું કે, ગર્ભને સુરત ખાતે એફએસએલમાં વધુ પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.