• Gujarati News
  • કરોડીયાની વિવાદી જમીનમાં પ્રવેશબંધી શરતે 8ને જામીન

કરોડીયાની વિવાદી જમીનમાં પ્રવેશબંધી શરતે 8ને જામીન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચકચારીકરોડિયા ફાયરિંગ કેસમાં 8 શખ્સોએ મૂકેલી જામીન અરજી સંદર્ભે બન્ને પક્ષોએ દલીલો પૂર્ણ કરાયા બાદ હાથ ધરાયેલી સુનાવણી કોર્ટે 3 મહિના સુધી વિવાદિત જમીનમાં પગ નહિ મૂકવાને શરતે આઠેય શખ્સોને જામીન પર મુક્ત કર્યા હતા. કોર્ટે આઠેય શખ્સોને પાસપોર્ટ જમા કરાવવા સાથે રૂ. 15000 ના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

કરોડિયાની વિવાદિત જમીન સંદર્ભે થયેલા ફાયરિંગમાં રફીક રાઠોડના 8 સાગરીતોને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ આઠેય શખ્સો જયંતી પટેલ, અમિત પટેલ, યુવરાજસિંહ ઝાલા, મહીપાલસિંહ ગોહિલ, અસરફ ફકીર, અસલમ શેખ, મુસ્તાક દીવાન અને શફી પઠાણે તેમના વકીલ કૌશિક ભટ્ટ મારફતે જામીન અરજી મૂકી હતી.

કોર્ટે અંગે વધુ સુનાવણી આગામી 17મીએ રાખી હતી. કોર્ટે આઠેય શખ્સોને 3 મહિના સુધી વિવાદિત જમીન-વિસ્તારમાં નહિ જવાની શરતે રૂ. 15000 ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. સાથે આઠેય શખ્સોને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

જોકે બનાવના 15 િદવસ બાદ પણ રફીક પોલીસને મળતો નથી.