• Gujarati News
  • બ્રાન્ડ મોદી બેસ્ટ ઉદાહરણ

બ્રાન્ડ મોદી બેસ્ટ ઉદાહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રાન્ડ મોદી બેસ્ટ ઉદાહરણ

લિડિંગબ્રાન્ડિંગ કંપની લેન્ડોરના એકસપર્ટ લુલ્લુ રાધવને કહ્યું કે, ‘આજે બ્રાન્ડિંગથી તમે અજ્ઞાત ચીજોને પણ નોંધપાત્ર કરી શકો છો અમે બ્રાન્ડિંગથી સફળતાનું ઉદહારણ બ્રાન્ડ મોદી છે.

સાઇબર લૉ યુનિ.બને

: પત્રકારપરિષદમાં નોઝર દલાલ, કર્ણિકા શેઠ અને લુલ્લુ રાઘવન.

સુપ્રીમ કોર્ટના સાયબર લૉ નિષ્ણાત વકીલ કાર્ણિકા શેઠે કહ્યું કે, ‘સાઇબર ક્રાઇમમાં સમસ્યા છે કે, મોટાભાગના સર્વર USAમાં છે. તેથી જ્યુરિડિકશનની સમસ્યા છે. દેશમાં સાઈબર લૉ માટે યુિન. બનવી જોઈએ. ભારતે અંગે બીજા દેશો સાથે કરાર કર્યો નથી. તેથી ત્યાંથી ડેટા અને એવિડન્સ મળવા મુશ્કેલ છે. સૌથી અગત્યનો મુદ્દો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો છે.’

BMA કન્વેશનના બીજા દિવસે પણ અનેક મહાનુભાવોનાં લેકચર યોજાયાં.

મૂવી તૈયાર કરતા સમયે ટાર્ગેટ ઓડિયન્સ પણ નક્કી કરાય છે : સિદ્ધાર્થ રોય કપૂર

CONVENTION

સિટી રિપોર્ટર :વડોદરા

બરોડામેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા આયોજીત કન્વેનશના છેલ્લા દિવસે ડિઝની ઇન્ડિયાના સીઇઓ સિધ્ધાર્થ રોય કપૂર સહિતના મહાનુભાવોના વક્તવ્ય યોજાયા હતા. ‘સિનેમા બિયોન્ડ બાઉન્ડરીઝ’ વિશે સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યુ હતું કે, ‘હોલિવુડ માટે ભારત વિશાળ માર્કેટ છે. એક સમયે હોલિવુડમાં 70 ટકા મુવી યુએસએ તૈયાર કરતું, જેમાં હવે બીજા દેશોએ પણ સ્થાન મેળવ્યું છે. મૂવીઝ તૈયાર કરતા સમયે તેનો ટાર્ગેટ ઓડિયન્સ પણ નક્કી થતો હોય છે તેવી રીતે બે મૂવીના અલગ અલગ ટાર્ગેટ ઓડિયન્સ હોય છે પછી ભલે તેની કમાણી સરખી હોય છે.’ તેમણે ચેન્નાઇ એકસપ્રેસ અને લંચબોક્સ મૂવીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે બંને મૂવીનો ટાર્ગેટ ઓડિયન્સ અલગ છે તેમ છતા કમાણી સરખી છે.એકની દેશમાં વધુ છે તો બીજાની વિદેશમાં. મુવીસના માર્કેટિંગ માટે સોશ્યિલ મિડિયાનો હાલ મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે પરંતુ હજું નેટ પર મુવી રિલિઝ થઇ શકતી નથી.