પેજ-1નું અનુસંધાન...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાકેટલાય દિવસોથી સમગ્ર ઘટના અંગે સત્તાવાર કોઈ માહિતી આપવાનું ટાળી રહેલા રાજ્યના ડીજીપી પી સી ઠાકુરે ગુરુવારે મીડિયા સમક્ષ જે વાત કરી તેમાં વડોદરાના પોલીસ કમિશનર રાધાકૃષ્ણનના સંદર્ભમાં પૂછવામાં આવતાં તેમણે એવી ચોંકાવનારી વાત કહી હતી કે, ‘એક આરોપ (આક્ષેપ) સીપી બરોડા પર ભી હૈ, ઉસકી ભી હમ તપાસ કર રહે હૈ.’ આમ, પરોક્ષપણે પોલીસવડાએ રાજ્યના એક આઈપીએસ અને સીપી કક્ષાના પોલીસ અધિકારીને શંકાના દાયરામાં મૂકી દીધા છે. તેમણે પણ જણાવ્યું કે, કૌભાંડમાં એસપી કક્ષાના એક પોલીસ અધિકારી સામે પણ આક્ષેપો થયા છે, જેની તપાસ પણ કરવામાં આવશે.

ગૃહરાજ્યમંત્રીને સીલબંધ રિપોર્ટ સોંપાશે

ડીજીપીઠાકુરના કહેવા મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર મામલે ચર્ચા-વિચારણા કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના નિવાસે એક વિસ્તૃત બેઠક યોજવામાં આવી હતી. જેમાં કૌભાંડમાં પોલીસની સંડોવણીની સઘન તપાસ કરી તમામ પુરાવા સાથેનો એક રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવાની ડીજીપીને સૂચના આપવામાં આવી છે.

ઈડી ભલે રૂ. 4 હજારનું કહે પણ ડીજીપી રૂ. 20 કરોડનું કૌભાંડ કહે છે

ઈડી દ્વારા જ્યારે આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર કૌભાંડમાં સંકળાયેલી રકમ રૂ. 4000 કરોડને પણ આંબે તેવી શક્યતા દર્શાવાઈ હતી. પરંતુ રાજ્યના ડીજીપી ઠાકુરે કહ્યું હતું કે, આખું કૌભાંડ રૂ. 20 કરોડનું છે.

રાજુને...

ખાસજજ બીવીએલએન ચક્રવર્તીએ ગુરુવારે જ્યારે ચુકાદો સંભળાવ્યો ત્યારે બધા આરોપી કોર્ટમાં હતા. તેઓને તાકીદે કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી બધા જામીન પર બહાર હતા. કેસમાં 2010માં ખાસ કોર્ટ બનાવવાથી ચુકાદા સુધી 3,137 દસ્તાવેજો અને 226 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

10 જણા સત્યમ કૌભાંડમાં દોષી

રામલિંગા રાજુ (કંપનીના સ્થાપક અને તત્કાલીન અધ્યક્ષ), બી. રામા રાજુ (રામલિંગાના ભાઈ અને સત્યમના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર), વદલામણિ શ્રીનિવાસ (ભૂતપૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી), સુબ્રમણી ગોપાલકૃષ્ણન અને ટી. શ્રીનિવાસ (બંને પીડબલ્યુસીના ભૂતપૂર્વ ઓડિટર), બી. સૂર્યનારાયણ રાજુ (રામલિંગાનો અન્ય એક ભાઈ), જી. રામકૃષ્ણ (ભૂતપૂર્વ કર્મચારી), ડી. વેંકટપતિ રાજુ (ભૂતપૂર્વ કર્મચારી), શ્રીસઇલમ (ભૂતપૂર્વ કર્મચારી), બી. એસ. પ્રભાકર ગુપ્તા (સત્યમના ભૂતપૂર્વ અધિક મુખ્ય ઓડિટર)

આરોપો સાબિત થયા

રાજુ બંધુઓ અને અન્ય ઉપર આઈપીસીની કલમ 409 (વેપારીઓ સાથે વિશ્વાસઘાત), આઈપીસીની કલમ 120 (બી) (ગુનાઇત કાવતરું) અને 420 (છેતરપિંડી) સાથે અન્ય કલમોના આરોપો પણ સાબિત થયા છે.

પહેલાં પણ સજા થયેલી છે

- જાન્યુઆરી 2014માં રાજુની પત્ની નંદિની, દીકરો તેજા અને ભાઈ રામા રાજુને તેમના 21 પરિચિતો સહિત કરવેરાની ચુકવણી સાથેના સંલગ્ન કેસમાં આર્થિક બાબતોની વિશેષ કોર્ટે દોષી ઠેરવ્યાં હતાં.

- ડિસેમ્બર 2014માં આર્થિક બાબતોની વિશેષ કોર્ટે રામલિંગા રાજુ, રામા રાજુ, વી. શ્રીનિવાસ અને રામ મ્યાનપતિને માસની સજા સંભળાવી હતી. કંપની ધારાની અન્ય કલમો લગાવીને દંડ પણ ફટકાર્યો હતો.

િશવસેનાએ...

મલ્ટિપ્લેક્સમાંમરાઠી ચિત્રપટનો પ્રાઈમ ટાઈમ શોની સખતી કરી છે. સરકારના નિર્ણયની ઉપર શોભા ડેએ િવરોધ કરીને ટવિટર ઉપર ટીકા કરી હતી. તેને લીધે િશવસેનાએ આક્રમક ભૂમિકા લીધી હોવાથી શોભા ડેને મરાઠી તાકાતનો પરચો દેખાડવાનું વલણ લીધું છે.

શિવસેનાએ મુંબઈમાં શોભા ડેના ઘર ઉપર મોરચો કાઢીને આંદોલન ચાલુ કર્યું હતું. મોરચાને લીધે શોભા ડેના ઘરની બહાર પોલીસે સુરક્ષા વધારી હતી. પોલીસે આપેલી સુરક્ષાની શોભા ડેએ ટવિટ કરીને સ્વાગત કર્યું હતું. મને કોઈ પણ ભય નથી. મુંબઈ પોલીસને ધન્યવાદ, એમ શોભા ડેએ ટવિટમાં જણાવ્યું હતું.

મરાઠી સિનેમા અને મરાઠી ભાષા માટે આટલો દ્વેષ તમને હોય તો તમે અહીં રહો છો શા માટે? શોભા ડેનું વક્તવ્ય મહારાષ્ટ્ર, મરાઠીભાષા અને મરાઠી સંસ્કૃતિનું અપમાન કરનારું છે.

તમે જોશો જ. અમે શોભા ડેને આજે સાંજ સુધીમાં વડાંપાંઉનો સ્વાદ ચખાડીશું, એવો ઈશારો િશવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે આપ્યો હતો.

કાશ્મીરપંડિતો...

અમેકેન્દ્રીય ગૃહપ્રધાન સાથે મુલાકાતમાં પણ તેમને જણાવ્યું છે. કાશ્મીરી પંડિતો વિખૂટા પડીને રહેવા નથી માગતા. અમે પણ ઇઝરાયલની જેમ અલગ-અલગ વસાહતો બનાવવા નથી માગતા. રાજ્યમાં વાતાવરણ બગાડવા માટે અફવા ફેલાવવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પરત ફરનારા કાશ્મીરી પંડિતો માટે માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાગલાવાદીઓ મુદ્દે રાજકારણ રમે. સઇદે મંગળવારે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી એમ કહેવામાં આવ્યું હતું કે મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્ય સરકાર વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે અલગ વસાહત બનાવવા માટે તૈયાર છે. તેના માટે ઝડપથી જમીન મેળવી લેવામાં આવશે. વિપક્ષોએ તેની આકરી ટીકા કરી હતી.

કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત સમસ્યાઓ હલ કરીશું : ભાજપ

વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે અલગ વસાહત કે સાથે રહેવાના વિવાદોના મુદ્દે ધીરજ રાખવી જોઇએ. સમસ્યાનો નિવેડો કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત લાવવામાં આવશે. ભાજપના મહાસચિવ રામ માધવે ગુરુવારે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડીપી અને ભાજપ અંગે ચર્ચા કરી રહ્યા છે. બંને પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવશે.

}62 હજાર વિસ્થાપિત

જમ્મુ-કાશ્મીરના 62 હજાર કરતાં વધારે પંડિતો દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં વિસ્થાપિતો તરીકે રહે છે. તમામ 1989માં આતંકવાદી હુમલા પછી કાશ્મીરની બહાર નીકળી ગયા હતા.

લાહોર...

અામ,ભારત સરકારે એવો પુનરોચ્ચાર કર્યો કે લખવી જેવો આતંકવાદી જેલમાંથી બહાર આવવો જોઇએ નહીં. અગાઉ પણ, ઇસ્લામાબાદ હાઇકોર્ટે લખવીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે, ભારતે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો.

જસ્ટિસ મુહમ્મદ અનવરૂલ હકે જણાવ્યું કે કાયદા અધિકારીએ લખવી વિશે મહત્વની માહિતી આપી છે પરંતુ કોર્ટ તેને સ્વીકારી શકે નહીં. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા સંતોષજનક નથી. તેમણે 10 લાખ રૂપિયાના બે બોન્ડ પર 55 વર્ષીય લખવીને તાકીદે છોડી દેવાનો આદેશ આપ્યો છે.

અદાણીના...

રવિસોની વેસ્ટ મટીરિયલ ટેન્કનો વાલ્વ ખોલવા ઇટીપી પ્લાન્ટની ટેન્કમાં ઉતર્યો હતો ત્યારે ઝેરી ગેસ લીક થઇ ગયો હતો. રવિને બચાવવા યુવરાજ, રાજસિંહ, દીપક અને રાજેન્દ્ર પણ એક-એક કરીને ટેન્કમાં ઉતર્યા હતા. ગેસની અસરથી બધા બેભાન થઇ ગયા હતા. ત્યાર પછી સિક્યુરિટી ઇન્ચાર્જે બધાને ટેન્કમાંથી બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલે પહોંચાડ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ પાંચોને મૃત જાહેર કર્યા હતા.

કર્મચારીઓના પરિવારવાળાઓ પણ જિલ્લા હોસ્પિટલે પહોંચી ગયા હતા. તેઓએ હોસ્પિટલમાં પ્લાન્ટ મેનેજર એ.કે. સિંહ સમજીને મામલતદાર ગોપાલ સોની સાથે મારપીટ કરી હતી.

દુર્ઘટનામાં ભોગ બનેલા બધા કર્મચારી કોન્ટ્રાક્ટર કનૈયાલાલના કર્મચારી હતા. પ્લાન્ટ મેનેજર એ.કે.સિંહે દરેક કર્મચારીના પરિવારવાળાને 15-15 લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની ખાતરી આપી છે.

50-50 હજારની સહાય

એસડીએમ જગદીશ મહેરાએ વહીવટીતંત્ર તરફથી કર્મચારીઓના પરિવારવાળાને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય મંજૂર કરી છે.

વિમાનનાં...

ત્યારપછી જ્યારે વિમાને જાકાર્તા એરપોર્ટ ઉપર લેન્ડિંગ કર્યું ત્યારે સુરક્ષા કર્મીઓએ તેને જોયો અને ઉતાર્યો.

એક વર્ષની સજા થઈ શકે | સુમાત્રાના ઉડ્ડયન વિભાગના ડિરેક્ટર જનરલ સુપ્રસિતોએ જણાવ્યું હતું કે અંબ્રાતીએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. 34 હજાર ફૂટની ઊંચાઈએ ઓક્સિજન નહીંવત્ હોય છે.

તાપમાન પણ 0 ડિગ્રી સેલ્સિયસ કે તેનાં કરતાં નીચું હોય છે. હાલમાં તે જોખમ મુક્ત છે પરંતુ ગરુડા ફ્લાઇટને જોખમમાં મૂકવા બદલ તેના ઉપર કેસ ચલાવવામાં આવશે. તેને એક વર્ષની સજા થઈ શકે છે.