• Gujarati News
  • મતદાર યાદીમાં નામ હોય તો ફોર્મ નંબર 6 ભરી ને આપવંુ પડશે

મતદાર યાદીમાં નામ હોય તો ફોર્મ નંબર 6 ભરી ને આપવંુ પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદારયાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ અંતર્ગત મતદારના ચૂંટણી ઓળખ પત્ર-ચૂંટણીકાર્ડ સાથે તેનો આધાર કાર્ડ નંબર નોંધીને તેને મતદાર યાદીના ડેટા સાથે જોડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. વડોદરા જિલ્લામાં બે લાખ આધાર કાર્ડ નંબર મતદારોનાં ચૂંટણીકાર્ડ સાથે જોડી દેવાયા છે.

કલેકટર અવંતિકાસિંઘે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં મતદારનાં નામો ડબલ હોય કે મતદારની ફોટો ઇમેજમાં કે મતદારની વિગતમાં ભૂલ હોય તો તે દૂર કરવા માટે મતદાર પાસેથી નિયત નમૂનામાં ફોર્મ ભરાવી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માટે તા.12 એપ્રિલ ને રવિવારે સવારે 10.30 થી સાંજે 5.30 સુધી મતદાન મથકો ખાતે વિશેષ કેમ્પ યોજાશે. કેમ્પમાં બી.એલ.ઓ.દ્વારા મતદારોને માર્ગદર્શન આપવા ઉપરાંત ભૂલ ધ્યાને આવે તો સુધારવાની કાર્યવાહી ફોર્મ નં.8 ભરાવીને કરાશે. કેમ્પમાં તા.1-1-2015 ની લાયકાતની તારીખે કોઇ લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું નહીં હોય તો ફોર્મ નં.6 ભરાવીને જરૂરી આધાર પુરાવા સાથે કાર્યવાહી કરાશે. સ્થળાંતર કે મતદારનું અવસાન થયું હોય તો ફોર્મ નં.7 ભરાવીને કાર્યવાહી કરાશે.