• Gujarati News
  • આજે અને કાલે શુક્ર કૃતિકાની યુતિ જોવાનો લહાવો મળશે

આજે અને કાલે શુક્ર- કૃતિકાની યુતિ જોવાનો લહાવો મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |આકાશના ઝરુખામાં વારંવાર અદભૂત ખગોળીય ઘટનાઓ સર્જાતી રહે છે. ગત સપ્તાહ ચંદ્ર ગ્રહણ જોવા મળ્યા બાદ શુક્રવાર તા.10 અને શનિવાર તા.11 એપ્રિલે શુક્ર અને શનિવાર ની રાત્રે સુર્યાસ્ત બાદ પશ્ચિમે શુક્ર ગ્રહ અને કૃતિકા નક્ષત્રની યુતિ અત્યંત નજીક જોઈ શકાશે. ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે, શુક્ર ગ્રહ હાલ માં વૃષભ રાશિમાં અપનાથી 71 કરોડ કિલોમીટર દુર પ્રકાશી રહ્યો છે. સુર્યાસ્ત પછી તેને પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે. તે ઋણ 4 મેગ્નિટ્યૂડથી એટલો બધો પ્રકાશે છે કે તેને મુંબઈ જેવા ગીચ શહેરોમાંથી પણ જોઈ શકાય છે. તેની આવી તેજસ્વીતા વર્ષમાં બે વખત આવે છે. વૃષભમાં તેવો બીજો એક હજારો તારાઓનો વિશાળ ગોળો, ઓપન ક્લસ્ટર આવેલો છે. જે કૃતિકા તરીકે ઓળખાય છે. શુક્ર અને કૃતિકા ની અદભૂત યુતિ તા. 8 થી 16 અપ્રિલ 2015 દરમ્યાન ચાલી રહી છે. શુક્ર કૃતિકાની નજીકથી પશ્ચિમથી પૂર્વ તરફ પસાર થઇ રહ્યો છે. દરમ્યાન શુક્ર અને શનિવારની રાત્રે સુર્યાસ્ત બાદ પશ્ચિમે તે બંનેને અત્યંત નજીક જોઈ શકાશે. અંધારું થતાં તે વધુ સારી જોવા મળશે. જોકે તેને રાત્રે 9 સુધી તેને જોઈ શકાશે. નાનું દૂરબીન અથવા બાયનોક્યુલરથી અદભૂત યુતિ જોવા મળશે. ખગોળીય ઘટના અંતર્ગત અવકાશમાં બની રહેલી વિવિધ ઘટનાઓ ખગોળપ્રેમીઓ રાેમાંચ અનુભવી રહયા છે.