• Gujarati News
  • બીમારીથી કંટાળી મહિલાનો ગળેફાંસો ખાઇ આપઘાત

બીમારીથી કંટાળી મહિલાનો ગળેફાંસો ખાઇ આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરતુલસીધામ ચાર રસ્તા પાસે મંજિતનગરમાં જયવંતભાઇ હરિપ્રસાદ જોષી તેમનાં પત્ની હેમલતાબેન (ઉ.વ.62) સાથે રહે છે. જોષી દંપતીનાં પુત્ર અને પુત્રી વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયાં છે. જયવંતભાઇ પણ પહેલાં અબુધાબીમાં નોકરી કરતા હતા. બીએસસી થયેલાં તેમનાં પત્ની હેમલતાબેન માનસિક બીમારીનો ભોગ બનતાં તેઓ નોકરી છોડી વડોદરા આવી ગયાં હતાં. તેમની પત્નીની છેલ્લાં 15 વર્ષથી અમદાવાદ અને વડોદરામાં મનોચિકિત્સકની સારવાર ચાલતી હતી. જયવંતભાઇએ વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો હતો. ગુરુવારે સવારે તેઓ કોર્ટ ઉપર ગયા હતા ત્યારે ઘરે એકલાં રહેલાં તેમનાં પત્નીએ બેડરૂમના સીલિંગ ફેન પર ઓઢણી બાંધી બપોરે 12 થી 2.30 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘરે પરત આવતાં તેમના પતિને જાણ થતાં હેમલતાબેનને સયાજી હોસ્પિટલમાં લવાયાં હતાં. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.