• Gujarati News
  • ટોમી પટેલ કિરણ માલાની ત્રીજીવાર ધરપકડ

ટોમી પટેલ-કિરણ માલાની ત્રીજીવાર ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાનજીક સિકંદરપુરાથી ઝડપાયેલા 4 હજાર કરોડના ક્રિકેટ સટ્ટા અને હવાલા કૌભાંડમાં ફરાર બે આરોપીઓ ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની એસઓજીની ટીમ દ્વારા રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. સટ્ટાકાંડમાં ટોમી પટેલ, કિરણ માલા સહિતના આરોપીઓને જામીન મળતા તેઓ મુક્ત થયા બાદ મામલે વધુ તપાસ થતાં હવાલા કૌભાંડમાં સંડોવણીમાં તેઓ નાસતા ફરતા હતાં.

તાજેતરમાં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સિકંદરપુરામાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ હતી જેમાં 4 હજાર કરોડ રૂપિયાનાં ક્રિકેટ સટ્ટાકાંડ ખાતે હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંતર્ગત ડીસીબી સાઉથ લીના પાટીલ, એસ.ઓ.જી. પીઆઇ એચ.બી.વોરા અને ટીમે બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરપુર પાસે બિચ્છુવાડા ગામ નજીક હાઇવે પરની એક હોટલમાંથી બુકી ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કરની ધરપકડ કરી હતી. ટોમી પટેલ અને કિરણ માલા ઠક્કર પર 4 હજાર કરોડ રૂપિયા હવાલા કૌભાંડમાં જે લોકોને સહી પણ નથી કરતાં આવતું તેવા લોકોના નામે 142 થી વધુ બોગસ સીમ કાર્ડ ખરીદવા, ગુનાઇટ કાવતરુ રચવું સહિતના આરોપ હતાં જે અંગે તેમની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. મામલે હજુ અન્ય બે આરોપીઓ ધર્મિન ચૌહાણ અને ચિરાગ પરીખની ધરપકડ બાકી છે. પોલીસે ટોમી પટેલ અને કિરણ માલાને રાજસ્થાનથી વડોદરા લઇ અાવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસથી બચવા મોબાઇલ બંધ કર્યા

ફરારથઇ ગયેલા બુકી ટોમી, કિરણ, ધર્મેશ સહિતનાંએ પોલીસ પકડથી બચવા મોબાઇલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. પોલીસ મોબાઇલ ટ્રેસ કરી તેમના લોકેશન મળવી લે તે માટે આરોપીઓએ પોતાની પાસે મોબાઇલ નહિ રાખવાનો કિમિયો અજમાવ્યો હતો.

દેશનાં તમામ એરપોર્ટને એલર્ટ કરાયાં હતાં

અગાઉટોમીપટેલ, કિરણ માલા, ધર્મેશ ચૌહાણ સહિતનાની ધરપકડ બાદ જામીન પર મુક્ત થયા હતાં. ઇડીએ બુકીઓને ભાગેડુ જાહેર કરી તેમની સામે નોનબેલેબલ વોરંટ પણ ઇસ્યુ કર્યા હતા. સાથે તમામ એરપોર્ટને એલર્ટ કરી દેવાયા હતા.

39 સિમકાર્ડની કુંડળી

મેળવવાની કવાયત શરૂ

એસઓજીએબુકીઓએખોટા દસ્તાવેજોનાં આધારે મેળવેલા 39 સીમકાર્ડની કુંડળી મેળવવાનું શરૂ કયુ છે. બુકીઓએ કોના નામે અને કેવી રીતે સીમકાર્ડ મેળવ્યાં હતા તેમજ તેમા રહેલા નંબરો કાઢવાની કવાયત હાથ ધરી છે. તેઓ અન્ય કોના સંપર્કમાં હતા તેની તપાસ પણ હાથ ધરાઇ છે.

ટોમી પટેલ

સટ્ટાકાંડ | બોગસ દસ્તાવેજ પ્રકરણમાં શોધખોળ બાદ ડુંગરપુર પાસેની હોટલમાંથી ઝડપાયાં