• Gujarati News
  • છાણીઅને મકરપુરા સબસ્ટેશનમાં રવિવારે જેટકો કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી

છાણીઅને મકરપુરા સબસ્ટેશનમાં રવિવારે જેટકો કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છાણીઅને મકરપુરા સબસ્ટેશનમાં રવિવારે જેટકો કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ફતેગંજ, નિઝામપુરા, સમા, મકરપુરા અને વડસર ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા રવિવારે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વીજકાપ રખાશે.વીજકાપને કારણે 1.60 લાખ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડશે.

જેટકો કંપની દ્વારા રવિવારે સવારે 9 વાગ્યાથી 66 કે.વી.છાણી-બી. સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર છે. કામગીરી બપોરે 3 વાગ્યા સુધી હાથ ધરાશે. જેથી છાણી સબ સ્ટેશનના સમા સબડિવિઝન હેઠળના 10 ફીડરના વિસ્તારોમાં 6 કલાક માટે વીજકાપ રાખવાની જાહેરાત કરાઇ છે.

ઉપરાંત 66 કે.વી.મકરપુરા સબ સ્ટેશનમાં પણ મેન્ટેનન્સની કામગીરી કરાશે. જેથી સીમેન્સ ફીડર, એરડા ફીડર, ફેના ફીડર, રિંગરોડ ફીડર,વિથાજ ફીડર, તલસટ ફીડર, વડસર ફીડર, ગાયત્રી ફીડર, રોટેક્ષ ફીડર, જયંત ફીડર, વાસુ ફીડર, એરફોર્સ ફીડર અને મારૂતિ ફીડરના વિસ્તારોમાં 6 કલાક માટે વીજકાપ રહેશે. જેનાથી 1.60 લાખ લોકોને હાલાકી પડશે.

આજે 6 કલાકનો વીજકાપ 1.60 લાખ લોકોને આપદા

ફતેગંજ, નિઝામપુરા, સમા, મકરપુરામા