• Gujarati News
  • છાણી TP 47ના નકશા જાહેર

છાણી TP 47ના નકશા જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીટીપી સ્કીમ નં. 47ના નકશા આજે જાહેર કરાયા હતા. આશરે 135 લાખ ચો. ફૂટ જમીનમાં આયોજિત ટીપી સ્કીમના નકશા જોવા માટે છાણીના 80 ટકાથી વધુ જમીન માલિકો હાજર રહ્યા હતા.

સેવાસદન દ્વારા અધૂરી ટીપી સ્કીમ પૈકી છાણી ટીપી સ્કીમ નં. 47ના નકશા આજે સરકાર નિયુક્ત ટાઉન પ્લાનિંગ અધિકારી મહેશ સોલંકી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. આશરે 135 લાખ ચો. ફૂટ જમીનમાં આયોજિત ટીપી સ્કીમમાં જમીન માલિકોને 95 લાખ ચો. ફૂટથી વધુ જમીન પરત આપવામાં આવી છે. જમીન માલિકો પૈકી 80 ટકા લોકો નકશા જોવા માટે સુભાનપુરા કચેરીએ આવ્યા હતા.