• Gujarati News
  • અધિકારીઓ આઈવરી ટાવરમાંથી બહાર આવી કામ કરે : આનંદીબેન

અધિકારીઓ આઈવરી ટાવરમાંથી બહાર આવી કામ કરે : આનંદીબેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યગુજરાતના 7 જિલ્લાના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉચ્ચ અધિકારીઓને આઈવરી ટાવરમાંથી બહાર નિકળી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા કહ્યું હતું. તેમાં પણ ફાઈલો મુકી રાખતા અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી આવી કાર્યપધ્ધતિથી નાગરીકો હેરાન થતા હોય ઝડપથી કામગીરી કરવા તાકીદ કરી હતી. ત્યારે અધિકારીઓ દ્વારા કામગીરીના રજુ કરાયેલા પ્રેઝનટેશનના રૂપાળા ચિત્ર અંગે કોઈ વ્યક્તિગત કોમેન્ટ કરવાના બદલે આઈવરી ટાવરમાંથી બહાર આપવાની કરાયેલી માર્મિક ટકોર આકરી ટીકા સમાન હતી.

શહેરમાં આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે સરકીટ હાઉસ ખાતે મધ્ય ગુજરાતના 7 જિલ્લાના કલેકટર, ડીડીઓ, ડીએસપી, મ્યુ કમિશનર અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેની જવાબદારી જેમના શિરે છે તે અધિકારીઓ દ્વારા કામગીરીનું ફૂલ ગુલાબી ચિત્ર દર્શાવતા જાત જાતના પ્રેઝનટેશન અને રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

જુદા જુદા વિભાગોની કામગીરી અંગે અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટ અને આંકડા જોયા બાદ મુખ્યમંત્રીએ

...અનુસંધાનપાના નં.12

પ્રજાનાપ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને વૈભવિ કેબીનની બહાર નિકળી કામગીરી કરવા તાકીદ કરી હતી. ત્યારે મુખ્યમંત્રીની ટકોરે સરકારી ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચા ઉભી કરી હતી.

ઘરે ઘરે શૌચાલય બનાવો

અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં આનંદીબેન પટેલે ઘરે ઘરે શૌચાલય બનાવવાના મુદ્દે પણ કડક તાકીદ કરી હતી. મામલે તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતુંકે અત્યંત સંવેદનશીલ વિષય મારી લાગણી સાથે જોડાયેલો છે. જેથી દરેક અધિકારી વ્યક્તિગત શૌચાલય નિર્માણ માટે જનભાગીદારીથી મહત્તમ પ્રયાસ કરે.

તાલુકાનું બ્રાન્ડીંગ થાય

રાજ્યમાં હાલ જિલ્લાની ઓળખ ઉભી કરવાના પ્રયાસ થતા હોય છે. પરંતું જિલ્લાથી આગળ જઈ હવે દરેક તાલુકાનું અલગ બ્રન્ડીંગ થાય તે દિશામાં કામગીરી કરવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી હતી. જે માટે તમામ કલેકટરને અલગ કામગીરી કરવાની તાકીદ કરવામાં આવી હતી.

દારૂની ધમધમતી હાટડીઓ પર લગામ લગાવો

સરકીટ હાઉસખાતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ સાથે પણ ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ ગુનાખોરી પાછળ દારૂ જુગારની બદી કારણભૂત હોવાનું જણાવી પોલીસ તંત્રના કાન આમળ્યા હતા. છેલ્લા દિવસોમાં સંખેડા અને બોડેલીમાં ધમધમતી દારૂની હાટડીને લઈ સ્થાન