• Gujarati News
  • ...તો યુિન.ની પ્રતિષ્ઠા આર્ટ્સ ફેકલ્ટીની ઇમારતના ગુંબજના પડઘામાં ખોવાશે

...તો યુિન.ની પ્રતિષ્ઠા આર્ટ્સ ફેકલ્ટીની ઇમારતના ગુંબજના પડઘામાં ખોવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશોભનીય!!! અરેરાટી પેદા કરતો શબ્દ વારંવાર વડોદરાવાસીઓના મનમાં ઉત્પન્ન થાય છે જ્યારે મહારાજા સયાજીરાવ યુિનવર્સિટીને સંલગ્ન બનાવ પ્રકાશમાં આવે છે. દેશ અને દુનિયામાં શિક્ષાનું મહામંિદર ગણાતી યુિનવર્સિટીનાં ચાન્સેલર જ્યારે એક સ્ત્રી છે ત્યારે તે સંસ્થાની અધ્યાપિકાનું માન જળવાય તો વાંક કોનો અને નુકસાન કોનું? ભૂતકાળમાં થયું છે તેમ વખતે પણ તપાસના દૌર જામશે, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થશે અને છેવટે બનાવનું ચિત્ર કેવું હશે તેની અત્યારે આપણને ખબર નથી. પરંતુ આજે એટલી જરૂર ખબર છે કે એક મહિલા અધ્યાપક સંજોગોને કારણે એટલી વ્યાકૂળ થઈ કે એણે પોતાની ઓળખ દાવ પર લગાડી કોરા કાગળ પર ફરિયાદરૂપે એવાં વાક્યો લખ્યાં કે જે વાંચીને સભ્ય સમાજના કોઈ પણ સદસ્યને સ્મરણ કરવું ગમે. દોષનો ટોપલો કોઈના પણ માથે ઢોળી શકાય પરંતુ મ.સ.યુ.માં મૂલ્યો, િશષ્ટતા અને સંવેદનશીલતાનું ધોવાણ ચોક્કસ આપણા શહેર, રાજ્ય અને દેશના ભાિવને ચૂકવવું પડશે. ભવિષ્યમાં સંસ્થાના સ્નાતક સમાજમાં કયા સ્થાને હશે તેનું અનુમાન કરવું અઘરું છે, પરંતુ તેઓ કેવું ભણતર, જ્ઞાન અને કેવાં મૂલ્યો લઈને સ્થાને પહોંચશે તેનું અનુમાન કરવું અઘરું નથી કે તે કઈ કક્ષાનું હશે તેનો આભાસ મેળવવો મુશ્કેલ નથી.

તોફાની સમુદ્રને ઝઝૂમતું વહાણ જેમ દીવાદાંડીના નિર્દેશને ખેવે છે તેવી રીતે આપણી યુિનવર્સિટીના વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધવાની માર્ગદર્શિકા તેમના શિક્ષકો પાસેથી સતત ઝંખે છે. હવે વહાણને બંદરે પહોંચાડવું કે ભરમઝધારે એકલું એના હાલ પર છોડી દેવું તે જો સંસ્થાના શિક્ષકોના હાથમાં હોય તો તેઓ પોતાની જવાબદારી કેવી રીતે નિભાવશે જ્યારે તેમને સંસ્થામાં પ્રવેશતાં પહેલાં પોતાના માનનો િવચાર કરવો પડે? પ્રશ્ન નથી પરંતુ ટહેલિયાનાે ડંકો છે, જે સાંભળવામાં યુનિવર્સિટીના સંચાલક અને સત્તાધીશ અસક્ષમ રહેશે તો આપણી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ફક્ત ઈતિહાસની ચોપડીઓમાં અને આર્ટ્સ ફેકલ્ટીની ઇમારતના ભવ્ય ગુંબજના પડઘામાં ખોવાઈ જશે.