• Gujarati News
  • માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અવ્યવસ્થાથી ખેલાડીઓ પરેશાન

માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અવ્યવસ્થાથી ખેલાડીઓ પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામાંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શુક્રવારથી શરૂ થયેલા ખેલ મહાકુંભ-2014ના પહેલા દિવસે ભારે અવ્યવસ્થા અને અસુવિધાથી રાજ્યભરમાંથી અાવેલા ખેલાડીઓ પરેશાન થયા હતા. પરેશાન થયેલા ખેલાડીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તા.14 થી 20 નવેમ્બર સુધી ખેલ મહાકુંભ-2014 રાજ્યકક્ષાની ભાઇઓ માટેની એથ્લેટિક્સ સ્પર્ધા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજન કરાયું છે. આજે પહેલો દિવસ હોઇ રાજ્યભરમાંથી ખેલાડીઓ વડોદરા આવી પહોંચ્યા હતા.

પરંતુ રાજ્યભરમાંથી વડોદરા આવેલા ખેલાડીઓને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અવ્યવસ્થા અને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. ખેલાડીઓ માટે રજિસ્ટ્રેશનની, રહેવાની, ભોજનની, પાણી પીવા માટે ગ્લાસ સહિતની વિવિધ સુવિધાની કોઇ વ્યવસ્થા કરાતાં ખેલાડીઓ પરેશાન થયા હતા. રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓને તેમના માટે રહેવા-જમવાની વ્યવસ્થા અંગે માહિતી સુધ્ધાંધાં આપવામાં આવતી હોઇ ખેલાડીઓ અટવાઇ પડ્યા હતા. આશ્ચર્યની વાત તો હતી કે, 9 મહિના પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાયેલા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં ટોઇલેટ-બાથરૂમમાં પાણીના ધાંધિયા સર્જાતાં દૂરદૂરથી આવેલા ખેલાડીઓ નાહવા-ધોવાની સમસ્યાથી અકળાઇ ઊઠ્યા હતા.

માહિતી આપવાની વ્યવસ્થા નહોતી

રાજ્યકક્ષાનીએથ્લેટિક્સ સ્પર્ધા માટે આવેલા ખેલાડીઓને સ્થળ પરથી માહિતી આપવાની વ્યવસ્થા નહોતી કરાઇ. જેના પરિણામે ખેલાડીઓને માહિતી મેળવવા ભટકવું પડ્યું હતું. > રાજકુમારચૌહાણ, ખેલાડી

બાથરૂમમાં પાણીના ધાંધિયા

સ્પોર્ટ્સકોમ્પ્લેક્સના ટોઇલેટ-બાથરૂમમાં પાણી આવતું હોઇ ખેલાડીઓ પરેશાન થયા હતા. પાણીના જગ નજરે પડે તેવાં સ્થળોએ મૂક્યા હતા. પાણી કેવી રીતે પીવું તે સમસ્યા સર્જાઇ હતી. > વિશાલખરાદી, ખેલાડી

રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઇ

ભાવનગરથી30 જેટલા ખેલાડીઓ ગુરુવારે આવ્યા હોવા છતાં શુક્રવાર બપોર સુધી રજિ.ની વ્યવસ્થા કરાઇ નહોતી અને તેની માહિતી અપાતાં હાલત કફોડી બની હતી. > રવિચુડાસમા, ખેલાડી

સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ મુશ્કેલીમાં મૂકાયાં

પૂરતી-યોગ્ય વ્યવસ્થા કરાઇ છે

ખેલાડીઓ માટે પૂરતી અને યોગ્ય વ્યવસ્થા કરાઇ છે. જે ખેલાડીઓને શુક્રવારે આવવાનું હતું તેઓ એક દિવસ વહેલા આવી જતાં સમસ્યા ઊભી થઇ હતી. વ્યવસ્થામાં ક્યાંક ક્ષતિ રહી હશે તો સુધારી લઇશું. > રાજુભાઇવસાવા, જિલ્લારમત-ગમત અધિકાર