• Gujarati News
  • ગોલ્ડન ચોકડી પાસે ટ્રકમાંથી 955 કિલો ગૌમાંસ ઝડપાયું

ગોલ્ડન ચોકડી પાસે ટ્રકમાંથી 955 કિલો ગૌમાંસ ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાથીમુંબઇની હોટલમાં ગૌમાંસ મોકલાતું હોવાની બાતમીના પગલે ગૌરક્ષકોએ વોચ ગોઠવી ગુરુવારે મોડી રાત્રે ગોલ્ડન ચોકડી પરથી ટ્રક ઝડપી પાડી હતી.

માંજલપુરના પુષ્પક ડુપ્લેક્ષમાં રહેતાં નેહાબહેન પટેલ, ગૌરક્ષકો જતીન વ્યાસ અને મહેશ શ્રીપાલ સહિતના કાર્યકરે વોચ ગોઠવી હતી. ટ્રકમાં ડ્રાઇવરની કેબિન પાછળની જગ્યામાંથી માંસનો જથ્થો મળી આવતાં ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી હતી. કિશનવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી માંસનું સુરત એફએસએલના અધિકારી ડી.એન. પટેલે પરીક્ષણ કરતાં ગૌમાંસ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. પોલીસે રૂા. 76400ની કિંમતનું 955 કિલો ગૌમાંસ જપ્ત કરી મહાનગર સેવાસદનને તેનો નાશ કરવા સોંપી દેવાયું હતું.પોલીસે ગોધરાના દાંતિયા પ્લોટ ખાતે રહેતા ઇદ્રીશ હયાત, અબ્બાસ સુલેમાન હયાત, ગોધરા ઉર્દુ કુમાર શાળા પાસે રહેતા કરીમહુસેન બદામ, વેજલપુરના ઐયુબ હુસેન બદામ, હમીરપુરાના ફરીદ મહંમદ હનીફ સુરજાણી અને ગોધરા મોટી વ્હોરવાડના હનીફ હુસેન ગીતેલીની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

મુંબઈ લઈ જવાતો ગૌમાસનો જથ્થો સેવાસદનને સોંપાયો.