CITY SPORT

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CITY SPORT

ચેસમાં િસટી પ્લેયર કશીશ શાહને ઇન્ટરનેશનલ રેટિંગ

સિટી રિપોર્ટર :ડોદરા

વડોદરાનાચેસ પ્લેયર કશિશ શાહને અમદાવાદ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટમાં નોંધપાત્ર દેખાવ કરતાં ફીડે ઇન્ટરનેશનલ રેટિંગ અંડર-13 કેટેગરીમાં આપવામાં આવ્યું છે. તાજેતરમાં ફીડે દ્વારા નવા રેટેડ ચેસ પ્લેયર્સની યાદીમાં કશીશ શાહનું નામ ઉમેરાયું છે. કશિશ શાહ બાલ ભવન ચેસ એકેડેમીનો પ્લેયર છે. તે છેલ્લા ત્રણ વર્ષથી મુકુંદ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તાલીમ લઇ રહ્યો છે. હાલમાં તેનું 1222 રેટિંગ અપાયું છે.