• Gujarati News
  • સ્ટુડન્ટસે અલ્ટ્રામોડર્ન ટેકનોલોજી પ્રોજેક્ટ પ્રેઝેન્ટેશન દ્વારા સમજાવી

સ્ટુડન્ટસે અલ્ટ્રામોડર્ન ટેકનોલોજી પ્રોજેક્ટ પ્રેઝેન્ટેશન દ્વારા સમજાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારેકેજે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ‘કેમ્પસ ટુ કોર્પોરેટ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્સ્ટિટ્યૂટના વિવિધ બ્રાન્ચના સ્ટુડન્ટ્સે આપણા રોજિંદા જીવનમાં આગામી 5થી 10 વર્ષ સુધી અસર કરનારી ટેકનોલોજી વિશેના પ્રેઝેન્ટેશન્સ ઇન્ડસ્ટ્રીઝના લીડર્સ સમક્ષ આપ્યાં હતા. જ્યારે લીડર્સે પણ ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજી ક્ષેત્રે આવી રહેલા ફેરફારો અને ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ વિશેની ચર્ચા કરી હતી. વિશે કેજેઆઇટી ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘સ્ટુડન્ટ્સના કોર્સ અને ઉદ્યોગોમાં વપરાતી ટેકનોલોજી વચ્ચેની ગેપ પૂરાય તે કાર્યક્રમનો હેતુ છે. સ્ટુડન્ટ્સ દ્વારા થયેલા સંશોધનોને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ પેટન્ટ કરાવા કાર્યવાહી કરાશે.’

હોલોગ્રાફી અને સોલાર એનર્જીનો ઉપયોગ

{ હોલોગ્રાફીટેકનોલોજી : પ્રેઝેન્ટેશનમાં હોલોગ્રાફી ટેકનોલોજીને સમજાવવામાં આવી હતી. જેમાં કોઇ ચીજના કિરણોને લાઇટ દ્વારા એકત્ર કરી તેની થ્રીડી ઇમેજ બને છે.

{પ્રેઝન્ટેશનટીમ : હેનિલ પટેલ, દીપ મિસ્ત્રી, અનુજ પટેલ, મિલાપ પટેલ.

{સોલારઅેનર્જિનો યૂઝ : મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલા પોતાના પ્રોજેક્ટસમાં સૌર ઊર્જાથી કરવામાં આવતી વોટર ટ્રિટમેન્ટ, કૃષિ અને બાગાયતમાં તેનો ઉપયોગ તથા સોલાર એનર્જિના ઉપયોગથી વીજળીની બચત દર્શવાઇ હતી.

{પ્રેઝન્ટેશનટીમ : મનન વ્યાસ, કરણ શાહ અને ચિરાગ પટેલ

{ 4-જીટેકનોલોજી: ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન બ્રાન્ચના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેક્ટમાં વાપરવામાં આવતી લોંગ ટર્મ ઇવેલ્યૂએશન અને વાયમેક્ષ ટેકનોલોજી સમજાવવાઈ હતી. આનાથી વગર અટક્યે સંગીત અને વિડીયો કોલિંગ કરી શકાય. ઉપરાંત ટુજી અને થ્રીજી ટેકનો.ના ફેરફારો સમજાવ્યા.

{પ્રેઝેન્ટેશનટીમ : સિતેન પટેલ , રાજીવ વ્યાસ, ગૌરાંગ મકવાણા, સુરતી અબ્રારઅલિ

{જેસ્ચરબેઝ કમ્પ્યૂટિંગ : કમ્પ્યૂટર અને આઇટીના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા પ્રેઝેન્ટેશનમાં સેન્સર દ્વારા વ્યક્તિની મૂવમેન્ટને પારખીને તૈયાર માહિતીનો સંચય કરી જરૂરી કામ કરતાં કમ્પ્યૂટરની ટેકનોલોજી સમજાવવામાં આવી હતી. ટેકનોલોજી હવે ટેલિવિઝન, અાર્મી અને શોપિંગ મોલમાં વપરાય છે.

{પ્રેઝેન્ટેશનટીમ : ધરતી ઠક્કર, નિરવ પ્રજાપતિ, જયદીપ પ્રજાપતિ, પ્રાચી પટેલ.

{બુર્જખલિફા : સિવિલ એન્જિનિયરિંગ બ્રાંચના સ્ટુડન્ટ્સ દ્વારા 163 માળની બિલ્ડિંગની ડિઝાઇન અને તેની ન્યૂમેરિકલ ઇન્ફર્મેશન આપવામાં આવી હતી. બિલ્ડિંગના ટોચના ફ્લોર જોરદાર પવનની સ્થિતિમાં દસ ફૂટ સુધી બંને બાજુ હાલી શકે તેવી ડિઝાઇન તૈયાર કરાઇ છે. ઇમારતની લિફ્ટ દુનિયાની સૌથી ઝડપી લિફ્ટ છે.

{પ્રેઝેન્ટેશનટીમ : પૂજા શાહ, સિદ્ધિ વૈષ્ણવ, હિરલ રાણા અને દેવાંગ શાહ.

કાર્યક્રમમાં રજૂ થયેલાં 5 પ્રેઝન્ટેશન

સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ‘કેમ્પસ ટુ કોર્પોરેટ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટેકનોલોજી વિશેના પ્રેઝેન્ટેશન્સ ઇન્ડસ્ટ્રીઝના લીડર્સ સમક્ષ આપ્યાં હતા.

કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ દ્વારા ‘કેમ્પસ ટુ કોર્પોરેટ’ પ્રોગ્રામ