• Gujarati News
  • બે વૃદ્ધાઓને અર્ધબેભાન કરી દાગીના સેરવી લીધા

બે વૃદ્ધાઓને અર્ધબેભાન કરી દાગીના સેરવી લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગખાતે બે વૃદ્ધાઓને કેફી પદાર્થના ઉપયોગથી અર્ધ બેભાન કરી તેમના દાગીના સેરવી શખ્સો ફરાર થઈ ગયા હતા.

નાગરવાડા નવીધરતી ખાતે રહેતાં 70 વર્ષીય આશાબેન નામદેવભાઈ ઘરકામ કરે છે. તેઓ શુક્રવારે સવારે ટાવર રોડ પર દુકાનમાંથી દહી લઈ પરત ઘરે જતાં હતા. મોહન ભજીયા હાઉસ પાસે તેમને એક શખ્સે પેંડો આપ્યો હતો. જે ખાધા બાદ તેઓ અર્ધબેભાન બનતાં ~6,000ની કિંમતની બુટ્ટી અને ~10,000ની કિંમતનું સોનાનું મંગળસુત્ર ઉતારી લીધું હતું.

જ્યારે નવીધરતીના રાણાવાસ ખાતે રહેતાં 55 વર્ષીય મંગીબેન અરવિંદભાઈ રાણા જીવનભારતી સ્કુલમાં પ્યુન છે. તેઓ શુક્રવારે બહુચરાજી રોડ પર બેંકમાં રૂપિયા ભરી પરત જતાં હતા. દરમિયાન વાયરોક હોસ્પિટલ પાસેથી પીછો કરી એક શખ્સે ગેનયુક્ત રૂમાલ સુંઘાડી સોનાની બુટ્ટી ~6,000ની કિંમતની ઉતારી લીધી હતી.