• Gujarati News
  • અલકાપુરીમાં કારનો કાચ તોડી ~24 હજારની ચોરી

અલકાપુરીમાં કારનો કાચ તોડી ~24 હજારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલકાપુરીમાંહોટલ વેરાયટી સામે શુક્રવારે મોડી સાંજે મિત્રો સાથે જમવા ગયેલ વારસિયાનાં ગુંજનબહેનની કારનો કાચ તોડી કોઈ અજાણ્યા ઈસમો કારમાંથી રોકડ રકમ મળી કુલ રૂા. 24 હજારની મતાની ચોરી કરી જતાં તેમણે સયાજીગંજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ આપી હતી.

મૂળ દિલ્હીના મોતીનગરમાં અને હાલમાં વારસિયાની ઇન્દ્રલોક ટાઉનશિપમાં રહેતાં ગુંજનબેન સુરેશભાઈ ભગવાનદાસ શુક્રવારે સાંજે સાડા આઠ કલાકે અલકાપુરી સ્થિત હોટલ વેરાઇટીમાં મિત્રો સાથે જમવા ગયાં હતાં. દરમ્યાન તેઓ જમીને નીચે આવ્યાં હતાં ત્યારે હોટલ સામે પાર્ક કરેલી તેમની કારનો ડાબી બાજુનો કાચ તૂટેલી હાલતમાં હતો. તેમણે કારમાં તપાસ કરતાં કારમાંથી આધારકાર્ડ-પાનકાર્ડ સહિત કાંડા ઘડિયાળ અને રોકડ રકમ મળી કુલ રૂા. 24 હજારની મતાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.