• Gujarati News
  • વડોદરાના કોઈ મહારાજાને પદચ્યુત કરાયા હોય તેવો એકમાત્ર કિસ્સો છે.

વડોદરાના કોઈ મહારાજાને પદચ્યુત કરાયા હોય તેવો એકમાત્ર કિસ્સો છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના કોઈ મહારાજાને પદચ્યુત કરાયા હોય તેવો એકમાત્ર કિસ્સો છે. પ્રસ્તુત છે કિસ્સાની અને મદ્રાસના ડોવટન હાઉસની કેટલીક જાણી-અજાણી વાતો…

140 વર્ષ અગાઉ મહારાજા મલ્હારરાવને

મદ્રાસ ડોવટન હાઉસમાં નજરકેદ કરાયા હતા

History & Heritage 10એપ્રિલે વડોદરાના ઈતિહાસમાં બનેલી યાદગાર ઘટના.

}ડોવટન હાઉસનીતવારિખ

1798 ટીપુસુલતાનના બે પુત્રોને લોર્ડ કોર્નવોલિસે અહીં ડોવટન નામના અંગ્રેજ અફસરની નિગરાનીમાં રાખ્યા હતા.

1799બિલ્ડિંગઇસ્ટ ઇન્ડિયા કંપનીના બેન્જામિન રોબેક નામના ઓફિસરે બનાવી હતી.

1837લિંગીચેટ્ટી નામના બ્રાહ્મણે ડોવટનને ઇમારત વેચી હતી.

1847મૃત્યુબાદ તેનો વહીવટ કંપની સરકાર કરતી હતી.

1914કોંગ્રેસનુંઅધિવેશન ડોવટન હાઉસના કમ્પાઉન્ડમાં ભરાયું હતું

1916થીઆજદિન સુધી અહીં ક્રિશ્યન વુમન્સ કોલેજ કાર્યરત છે

મલ્હારરાવ ઉપરાંત બર્માના એક રાજાને પણ અહીં રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

સિટી રિપોર્ટર :

એપ્રિલ,1875. વડોદરાના ઇતિહાસનો એક યાદગાર દિવસ હતો. બ્રિટિશ શાસન દ્વારા વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને વડોદરાની ગાદીએથી-વડોદરાથી નિષ્કાષિત કરાયા હતા. તેમના પર એક અંગ્રેજ રેસિડેન્ટને ઝેર આપવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ હતો. તેમને તે સમયના મદ્રાસના (હાલના ચેન્નાઇ) ડોવટન હાઉસમાં નજરકેદ કરાયા હતા.

ઘટના વિશે વડોદરાના જાણીતા ઇતિહાસવિદ્ રાજેન્દ્ર શાહ કહે છે કે, ‘તે દિવસે તેમની રાજમહેલ (સરકારવાડા)માંથી અટકાયત કરવામાં આવે તે યોગ્ય લાગ્યું હોવાથી હાલના કાલાઘોડા વિસ્તારમાં સંભવત: કેમ્પ વિસ્તારમાં લઇ જવામાં આવ્યાં હતા. ત્યાંથી તેમની અંગ્રેજોએ વિધિવત અટક કરીને મદ્રાસ મોકલી આપ્યાં હતા. સમયે તેમની સાથે મહારાજાનો અંગરક્ષક ડોસુમિયાં પણ ભારે ભાવુક બન્યો હતો. ડોસુમિયા જે ગલીમાં રહેતાં હતા, તે ગલીને આજે ડોસુમિયાંના ખાંચા તરીકે ઓળખાય છે.’

મલ્હારરાવે મદ્રાસ પહોંચીને ડોવટન હાઉસમાં પોતાના માટે અલાયદો એક રૂમ બંધાવ્યો, એક બેન્ડસ્ટેન્ડ બનાવ્યું અને એક મંકીહાઉસ(વાંદરા ઘર). આજે ડોવટન હાઉસમાં મલ્હારરાવ ગાયકવાડનો રૂમ એવો છે. જ્યાં નજરકેદ મલ્હારરાવ 1882માં પોતાના અવસાન સુધી રહ્યા હતા. જ્યારે બેન્ડસ્ટેન્ડ અને મંકી હાઉસ નામશેષ બન્યાં છે.

}મહારાજામલ્હારરાવ સામે કયાં આરોપો હતાં?

અટકાયતકરાયાના પાંચેક મહિના અગાઉ 2 નવેમ્બર 1874ના રોજ યોજાયેલી એક મિજબાનીમાં બ્રિટિશ રેસિડેન્ટ કર્નલ ફાયરને ઝેર આપીને મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો. કારસો મહારાજા મલ્હારરાવ ગાયકવાડના ઇશારે થયો હોવાનો આરોપ તેમના પર બ્રિટિશર્સે મૂક્યો હતો. ઘટનામાં 6 સભ્યોની તપાસ સમિતિના ત્રણ સભ્યો ગ્વાલિયર-જયપુરના મહારાજા અને એક હિન્દી અફસર દીનકર રાવે મલ્હારરાવ નિર્દોષ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જ્યારે કમિટીના ત્રણ અંગ્રેજ સભ્યોએ તેમને દોષી ગણાવ્યાં હતા. એવું કહેવાય છે કે, મહારાજાએ પોતાના બચાવમાં સાર્જન્ટ બેલેન્ટાઇનને એડવોકેટ તરીકે રોક્યો હતો. તેની ફી 1 લાખ રૂિપયા( વર્ષ 1874-75) નક્કી કરી હતી. બ્રિટિશર્સની મુંબઇની વડી કચેરીએ મલ્હારરાવને ધરાર દોષિત ઠેરવ્યાં અને ડોવટન હાઉસમાં નજરકેદ કરાયા હતા. મહારાજાનું વૈભવી જીવન, કેટલાક ગાયકવાડ સરદારોને વર્ષાસન આપવાની હરકત અને વેરાઓ વધારવા જેવી બાબતોઅે પણ નિર્ણયમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. બ્રિટિશર્સે મહારાજા મલ્હારરાવને 1875માં ગાદી પરથી ઉતાર્યા હતા અને મદ્રાસના ડોવટન હાઉસમાં નજરકેદ રાખવા મોકલી અપાયા હતા.