• Gujarati News
  • શહેરની પ્રેક્ષા ચોરરિયા CA ફાઇનલમાં દેશમાં 19મા ક્રમે

શહેરની પ્રેક્ષા ચોરરિયા CA ફાઇનલમાં દેશમાં 19મા ક્રમે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ અકાઉન્ટન્ટ દ્વારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષાના પરીણામો સોમવારે જાહેર થયા હતા. જેમાં શહેરની સીએની વિદ્યાર્થીની પ્રેક્ષા ચોરરિયા 800માંથી 526 માર્કસ મેળવીને દેશમાં 19મો ક્રમાંક મેળવ્યો હતો.સીએ સાથે બીકોમનો અભ્યાસ કરનાર પ્રેક્ષાએ દેશમાં રેંક મેળવવાની સાથે શહેરમાં પણ ટોપ કર્યું હતું. સીએ બનવાની પ્રેરણા તો ઘરમાંથી મળી હતી કારણ કે પ્રેક્ષાનો ભાઇ વિવેક ચોરરિયા પણ સીએ છે.

પ્રેક્ષાએ જણાવ્યું કે ‘પરિણામ તો 12-14 કલાકની મહેનત અને સતત પ્રેક્ટિસથી સારું આવ્યું છે. પરીક્ષાના 10 મહિના પહેલા મેં સોિશ્યલ મીિડયાનો ઉપયોગ બંધ કર્યો હતો. અભ્યાસની સાથે ફ્રી ટાઇમમાં મને વોકિંગ કરવું ગમે છે અને સાથે હું કિચનમાં પણ કામ કરું છંુ.પાછલા બે વર્ષોથી સીએના રિઝલ્ટસમાં વિદ્યાર્થીનીઓનો દબદબો રહ્યો છે અને ટોપ પણ કરે છે. એક કારણ છે કે વિદ્યાર્થીનીઓ ગંભીર હોય છે અને બીજું વિમેન એમ્પાવરમેન્ટ થઇ રહ્યું છે.’

પ્રેક્ષા ચોરરિયા