• Gujarati News
  • હાલમાં 8,000 કર્મચારીઓ અને 6,000 પેન્શનર્સ

હાલમાં 8,000 કર્મચારીઓ અને 6,000 પેન્શનર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેવાસદનમાં 8 હજાર પગારદાર કર્મચારીઓની સામે 6 હજાર પેન્શનરોને પેન્શન ચૂકવાય છે. જોકે, આગામી પાંચ વર્ષમાંસેવાસદન ભરતી પ્રક્રિયા પૂરી નહીં કરે તો પગારદાર કર્મચારીઓ કરતા પેન્શરનોની સંખ્યા વધી જશે તે ચોક્કસ છે.

શહેરની 18 લાખની વસતીના પાણી, ડ્રેનેજ, સફાઇ, રસ્તા સહિતની સમસ્યાના ઉકેલ માટે સેવાસદન પાસે 8 હજાર કર્મચારીઓનુ સંખ્યાબળ છે અને તેમાં 3 હજાર ચોથા વર્ગના કર્મચારીઓ છે. સેવાસદન દર મહિને રૂા.21 કરોડ પગાર પેન્શન માટે ચૂકવણુ કરે છે. સેવાસદનના કુલ બજેટની આવકના 46 ટકા રકમ કર્મચારીઓના પગાર પેન્શનર પાછળ ખર્યાય છે. શહેરની વસતી અને વિસ્તારના વ્યાપમાં વધારો થઇ રહયો છે ત્યારે મહેકમ વધારવાના બદલે નિવૃત કર્મચારીઓની જગાની કામગીરી હવાલાથી ચાલી રહી છે. ખાસ કરીને ડેપ્યુટી કમિશનર,ટાઉન પ્લાનર જેવી મહત્વની જગા ખાલી પડી છે તો સિટી એન્જિનીયર, બે ઝોનના આસી.કમિશ્નરની જગા ચાર્જ પર ચાલી રહી છે. સેવાસદનના હવાલાના તંત્રની કામગીરીમાં એક અધિકારીને બે થી વધુ ચાર્જ આપવામાં આવતા નાગરિકોના પ્રશ્નોના ઉકેલ પર તેની અસર પડી રહી છે. સમયસર ઉકેલ આવતા નાગરિકોના પ્રશ્નોમા વધારો થઇ રહયો છે અને બીજી તરફ કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આગામી પાંચ વષમાં નિવૃત કર્મચારીઓની સંખ્યા પગારદાર સ્ટાફને આંબી જશે તે નક્કી છે.

સેવાસદનમાં એકતરફ ભરતી પ્રક્રિયા કરવા માટે વિવિધ જગા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ છેલ્લા મહિનાથી તેના ઇન્ટરવ્યુ કરાવવાની તસદી પણ લેવામાં આવી નથી. જેના કારણે અરજી કરનારા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઇ છે અને તેના કારણે અન્ય કમર્ચારીઓ પર કામનુ ભારણ દિવસે દિવસે વધી રહ્યુ છે. ભારણની સીધી અસર નાગરિકોના કામ પર પડી રહી છે અને નાગરિકોના પ્રશ્નોનુ નિરાકરણ નિયત સમય મર્યાદામાં થવાના બદલે વિલંબમાં થઇ રહ્યુ છે.

સંજોગોમાં, આગામી પાંચ વર્ષમાં વડોદરા સેવાસદનના પગારદાર કર્મચારીઓની સંખ્યાને પેન્શનરોની સંખ્યા ઓવરટેક કરી જાય તો નવાઇ નહીં તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

સેવાસદનના 6હજાર નિવૃત કર્મચારીઓની હયાતીના પુરાવા માટે બાયોમેટ્રીક પધ્ધતિનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સેવાસદન દ્વારા અમલમાં મૂકાયેલી હાઇટેક સિસ્ટમનો લાભ 2 હજાર પેન્શનરો મેળવી ચૂકયા છે . પેન્શરોની ચહેરા અને થમ્બ(અંગૂઠા)ની છાપ લેતી પધ્ધિતનો ફાયદો એવો છે કે નિવૃત કર્મચારીઓને વર્ષમાં એક વખત સેવાસદનની ખંડેરાવ માર્કેટની કચેરીમાં કતારમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે.

પેન્શનરો માટે બાયોમેટ્રીક સિસ્ટમ

ગંભીર બાબત છે

^કેટલીક મહત્વની જગા ચાર્જથી ચાલે છે. તેના માટે ભરતીની પ્રકિયા ચાલું છે.જોકે, બાબત ગંભીર છે અને તેના ઉકેલ માટે કવાયત ચાલી રહી છે. > ડો.હિતેન્દ્રપટેલ, અધ્યક્ષ-સ્થાયીસમિતિ

કયા હોદ્દા ખાલી કે હવાલાથી?

ડેપ્યુટી મ્યુ.કમિશ્નર |જગા ખાલી

સિટીએન્જિનિયર |જગા ચાર્જથી

આસી.મ્યુ.કમિ(ઉત્તર અને પશ્ચિમ) |જગાચાર્જથી

એડીશનલસિટીએન્જિનીયર |જગા ખાલી

ઝુકયુરેટર |જગા ચાર્જથી

ટાઉનપ્લાનર |જગાખાલી

સ્ટ્રીટલાઇટકાર્યપાલકઇજનેર |જગા ચાર્જથી

વિજીલન્સઓફિસર |જગા ચાર્જથી

સંકલનઅધિકારી |જગા ચાર્જથી

જો સેવાસદન ભરતી નહીં કરે તો કર્મચારી કરતા પેન્શનર્સ વધી જશે