• Gujarati News
  • મેરેજમાં તમામ ગિફ્ટ્સને ડોનેટ કરવાના નિર્ણયમાં મારા સમગ્ર પરિવારે પણ

મેરેજમાં તમામ ગિફ્ટ્સને ડોનેટ કરવાના નિર્ણયમાં મારા સમગ્ર પરિવારે પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરેજમાં તમામ ગિફ્ટ્સને ડોનેટ કરવાના નિર્ણયમાં મારા સમગ્ર પરિવારે પણ મને સપોર્ટ કર્યો છે. જેની મને ખૂબ ખુશી છે. ઇશાનશાહ

પરિવાર પણ સાથે રહ્યો

INITIATIVE

સિટી રિપોર્ટર :વડોદરા

આચાર્યચાણક્યે દાનને ઉત્તમ ગણાવ્યું છે પણ સામૂહિક દાનને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું છે. વિચારને શહેરના યુવાને ચરિતાર્થ કરતાં પોતાના લગ્નની તમામ ગિફ્ટ્સને સિટીની ત્રણ એનજીઓને ડોનેટ કરવાનો નિર્ધાર કર્યો છે. વિશેની નોંધ તેણે પોતાની કંકોતરીમાં પણ કરી છે. દાનની આવી જાહેરાત કરીને વડોદરાના યુવાન અને પરિવારો માટે યુવાને નવો અભિગમ મૂક્યો છે. જેને કંકોત્રી મેળવનાર તમામ લોકોએ તેની પ્રશંસા કરી છે.

શહેરના ફતેહગંજમાં રહેતા અને કેન્સર ડ્રગ્સ સબ્જેક્ટ પર પી એચડી કરનાર ઇશાન શાહનું લગ્ન આગામી 2જી ડિસેમ્બરે છે. તેના પિતા અને પરિવારમાં દાનની ભાવના વર્ષોથી છે જ. તેણે પોતાના પરિવારજનોની સંમતિથી દાનની ઉમદા ભાવનાથી પ્રેરાઇને પોતાના લગ્નમાં આવનાર તમામ ભેટ-સોગાદો શહેરની 3 એનજીઓ શ્રમ મંદિર, જલારામ સેવા ટ્રસ્ટ અને પશુ સેવા કેન્દ્રને આપવાની જાહેરાત કરી છે. ત્રણેય સંસ્થાઓ કલ્યાણકાર્યો સાથે વર્ષોથી સંકળાયેલી હોવાથી તેમણે નિર્ણય કર્યો છે. ઇશાનના પિતા શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેના પિતાએ જણાવ્યું કે, ‘દાનનો સદુપયોગ થાય તે ખૂબ જરૂરી છે. તેથી અમે શહેરની એવી ત્રણ સંસ્થાઓ પસંદ કરી છે, જે વર્ષોથી શહેરમાં ઉમદા પ્રવૃત્તિઓ કરી રહી છે.’

ઇશાન મેરેજની તમામ ગિફ્ટ્સ ડોનેટ કરશે

તમામ ગિફ્ટ્સ અને રોકડ શહેરની ત્રણ એનજીઓને ડોનેટ કરવામાં આવશે.