• Gujarati News
  • ભાઇ ભાભીને જાતીય સમાગમ કરતા જાેઇને મન થયું હોવાની કેફીયત

ભાઇ-ભાભીને જાતીય સમાગમ કરતા જાેઇને મન થયું હોવાની કેફીયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઇ-ભાભીને જાતીય સમાગમ કરતા જાેઇને મન થયું હોવાની કેફીયત

ભાગી ગયેલા સગીરને બીજા દિવસે પોલીસે બીજા દિવસે ઝડપી પાડયો

ગોત્રીમાં 9 વર્ષીય વિદ્યાર્થિની પર 14 વર્ષના સગીરે દુષ્કર્મ કર્યુ



ગોત્રીનાતળાવ પાસેના વિસ્તારમાં શુક્રવારે બપોરે 9 વર્ષીય વિદ્યાર્થિની પર વિસ્તારમાં રહેતા 14 વર્ષના સગીરે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો. પાડોશી મહિલા પકડવા જતા ભાગી ગયેલા સગીરને બીજા દિવસે પોલીસે ઝડપી પાડી પૂછતાછ શરૂ કરી હતી. રાત્રે ભાઇ - ભાભીને જાતિય સમાગમ કરતા જોઇ ગયો હોવાથી આવેશમાં આવી જઇ પગલું ભર્યું હોવાની સગીરે કેફિયત કરી હતી.

શહેરના ગોત્રી તળાવ પાસેના વિસ્તારમાં રહેતી 31 વર્ષીય મહિલાના બે સંતાનો પૈકી 9 વર્ષની દીકરી ધો. 3માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની શુક્રવારે સવારે સ્કૂલે ગયા બાદ બપોરે પરત ફરી હતી. માતા-પુત્રી જમ્યા બાદ માતા ઘરની બહાર ઓટલા પર બેઠી હતી જ્યારે દીકરી સાયકલ લઇને ઘરના અાગળના ભાગે ફેરવતી હતી.

દરમિયાન માતા 15 મિનિટ માટે ઘરની સામે રહેતી મહિલાના ઘરે ગયા હતાં. ત્યાંથી પરત ફર્યા બાદ તેમના દીયરનો નાનો દીકરો વારંવાર ઘરની બહાર નીકળી જતો હોવાથી ઘરના દરવાજાને અંદરથી સ્ટોપર મારી ઘરકામ કરતા હતાં. બીજી તરફ નજીકમાં રહેતી મહિલા બંગલે કામ કરીને ઘર તરફ જઇ રહી હતી ત્યારે ઘરના વાડામાં મુકેલા ખાટલા પર 9 વર્ષીય વિદ્યાર્થિની સાથે વિસ્તારમાં રહેતા 14 વર્ષીય સગીરને બદકામ કરતા જોઇ ગઇ હતી. મહિલાએ બૂમાબૂમ કરી દુષ્કર્મ કરતા સગીરને પકડવા દોટ મૂકી હતી પરંતુ તેમનું બાળક રડવા લાગતા સગીર ભાગી છૂટ્યો હતો. મહિલા ભોગ બનેલી બાળકીને તેના ઘરે લઇ જઇ સમગ્ર વિગત તેની માતાને કહી હતી. માતાએ દીકરીને પૃચ્છા કરતાં તેણે કહ્યું હતું કે હું બહેનપણીના ઘરે જતી હતી ત્યારે વિસ્તારમાં રહેતા કિશોરે તેનો પીછો કર્યો હતો અને બહેનપણીના ઘરના વાડામાં તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. નોકરી પરથી પતિ અાવ્યા બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી શનિવારે સાંજે સગીરને ડીટેઇન કરી પૂછતાછ શરૂ કરી છે.