• Gujarati News
  • અગાઉની ફરિયાદોમાં શું ઉલ્લેખ?

અગાઉની ફરિયાદોમાં શું ઉલ્લેખ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉની ફરિયાદોમાં શું ઉલ્લેખ?

ડૉ. યાદવની ગેરવર્તણૂંક અંગે મળેલી ફરિયાદો

2004માં સમાધાન કરાવ્યું હતું

ડૉ.યાદવ સામે 2004માં મહિલા અધ્યાપિકાની સતામણીની ફરિયાદ બાદ તત્કાલિન વીસી પ્રો. કે.સી.ઉપાધ્યાયે કમિટી બનાવીને સોંપેલી તપાસમાં ફેકલ્ટીની આબરૂ જાય તેમજ તેનું હિત સાચવવા માટે સમગ્ર સંવેદનશીલ હોઇ તમામ અધ્યાપકોની બેઠક બોલાવી હતી. અધ્યાપકોની હાજરીમાં મહિલા અધ્યાપિક સમક્ષ ડૉ. ઓ.પી.યાદવે લેખિતમાં માફી માંગતાં બંને પક્ષે સમાધાન થયું હતું. સમાધાન બાદ 2008 સુધી હું ડીન પદે રહ્યો ત્યાં સુધી અન્ય કોઇ ફરિયાદો મને મળી નથી. > પ્રો.આર.જે.શાહ, પૂર્વડીન, આર્ટ્સ ફેકલ્ટી.

> અવાર-નવારચારિત્રય અંગે કોમેન્ટ કરવી

>મહિલાઅધ્યાપિકા સાથે અપમાનિત ભાષામાં વાતકરવી

>મહિલાઅધ્યાપિકા સાથે ઉદ્ધત વર્તન કરવું.

>હાજરીનામસ્ટરો ગાયબ કરી દેવા.

>સીસીટીવીકેમેરામાં મહિલા અધ્યાપિકાના હાજરીના મસ્ટરોને ગાયબ કરતાં રંગેહાથ ઝડપાયા બાદ પણ ફેકલ્ટીએ કોઇપણ પગલાં લેવા.

એક કિસ્સામાંતો તપાસ શરૂ થતા પહેલાં અધ્યાપકે માફી પત્ર લખી આપ્યું હતું



આર્ટ્સફેકલ્ટીમાં સ્ટુડન્ટ ડીન તરીકે લગભગ છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતાં ડૉ. ઓ.પી.યાદવે હાલમાં માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ કરનાર મહિલા અધ્યાપક તથા અન્ય બે મહિલા અધ્યાપિકા સાથે વર્ષ 2004 અને વર્ષ 2008માં પણ ચારીત્ર અંગેની બિભત્સ કોમેન્ટ કરવાની સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કયું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

ડૉ. યાદવે 2004માં પ્રથમ વખત મહિલા અધ્યાપિકાના ચારિત્ર અંગે બિભત્સ કોમેન્ટ કરી હતી. મહિલા અધ્યાપક ઉપરાંત ફેકલ્ટીના અન્ય મહિલા અધ્યાપિકા સામે ચારીત્ર અંગે કોમેન્ટ જાહેરમાં કરાતા સમગ્ર મામલો તત્કાલિન વીસી પ્રો. કે.સી.ઉપાધ્યાય પાસે જતાં તેમણા આર્ટ્સ ફેકલ્ટીના તત્કાલિન ડીન પ્રો. આર.જે.શાહને તપાસ સોંપી હતી. જોકે તપાસ શરૂ થાય તે પહેલાં ડૉ. યાદવે લેખિતમાં મહિલા અધ્યાપકની માફી માંગીને પ્રકરણને રફે-દફે કરાવી દીધી હતું. 2004 બાદ 2008માં પણ પુન: એક વખત ત્રણ મહિલા અધ્યાપિકા સાથે ઉધ્ધતાઇ પૂર્વક વર્તવા, પરીક્ષાની કામગીરીના ડોક્યુમેન્ટ કેબીનમાં ફેકવા, ઉચા અવાજે બોલીને ધમકાવવા, અપમાનીત ભાષાનો પ્રયોગ કરવો તેમજ પીઠપાછળ ચારીત્ર હનનની કોમેન્ટ કરી હતી હોવાનું લેખિત ફરિયાદમાં મહિલા અધ્યાપકે ઉલ્લેખ કર્યો છે. ચાર મહિના પહેલાં હાલમાં ડિપાર્ટમેન્ટના હેડ અને અધ્યાપિકાને પણ ડૉ.યાદવે ત