સરળતા રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરળતા રહેશે

ટ્રાફિકસર્કલ ખાતે ટ્રાફિકની જાણખારી આપતા ડીજીટલ બોર્ડ મૂકવામાં આવે તો ટ્રાફિક નિયમનમાં ઘણી સરળતા થઇ જશે. આવા બોર્ડ મૂકવાથી ટ્રાફિક વ્યવસ્થા પણ સરળ બની રહેશે.> અજીતસિંહગાયકવાડ, ટ્રાફિકએકસપર્ટ

હક્કો અપાશે

અમદાવાદમાંપ્રાયોગિક ધોરણે ટ્રાફિકની જાણકારી આપતા ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ મૂકેલા છે. પ્રયોગ સફળ થયા બાદ વડોદરામાં આવા બોર્ડ મૂકાશે. બોર્ડ પર જાહેરાતના હક્કો આપવાની વિચારણા છે. > શૈલેશનાયક, એડી.સિટી

ટ્રાિફક હળવો છે કે ભારે તેની જાણ થશે

પસંદગીના ટ્રાફિકસર્કલ પર મૂકાનારા ડીજીટલ ડીસ્પલે બોર્ડ સેન્સરથી જોડાયેલા હશે. ડીજીટલ બોર્ડ પર તાપમાનની તેમજ ટ્રાફિકના નિયમનની માહિતીનો સ્ક્રોલ સતત ચાલુ રહેશે . ડીજીટલ બોર્ડ પર સેન્સરના કારણે આગળટ્રાફિક ભારે છે કે હળવો તે બતાવશે.

નિશાંત દવે. વડોદરા

જોતમે ગેંડા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પાસે વાહન લઇને ઉભા છો અને તમારે રેસકોર્સ તરફ જવુ છે પણ આગળ અકસ્માતના કારણે ટ્રાફિક જામ છે તેની માહિતી બોર્ડ પર જોવા મળે તો નવાઇ પામતા નહીં...’ સેવાસદને શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકની જાણકારી આપવા માટે ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ મૂકવાનુ આયોજન કર્યુ છે.

16 લાખની વસતી ધરાવતા શહેરમાં 10 લાખ વાહનો છે. શહેરના દરેક રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે અને ખાસ કરીને સવારે અને સાંજે પીકઅવરમાં વાહનચાલકોની લાંબી કતારો પડતી હોય છે. ઘણી વખત એક ટ્રાફિક સર્કલ પર સરળ ટ્રાફિક હોય પણ તેની આગળના સર્કલ પર ભરચક ટ્રાફિક હોવાથી વાહનચાલકોને ટ્રાફિક જામમાં ફસાઇ જવુ પડતુ હોય છે.

સમસ્યાનો નિવેડો લાવવા માટે સેવાસદને અમદાવાદની માફક વડોદરામાં ટ્રાફિકની જાણકારી મળી રહે તે માટે ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ લગાડવાની દિશામાં કવાયત આદરી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ પર ટ્રાફિકની માહિતી પૂરી પાડતા ડીજીટલ ડીસ્પલે બોર્ડ લગાડવા માટે 10 કરોડ રૂપિયાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.

ડીજીટલ ડીસ્પ્લે બોર્ડથી વાહનચાલકોને ટ્રાિફકની સતત માહિતી મળી શકશે. તેમજ કોઇ માર્ગ બંધ હશે તો ડાઇવર્ઝન રૂટ અંગેની પણ આગોતરી માહિતી મળી શકશે.

ટ્રાિફકજામમાં અટવાતા વાહનચાલકોને આગોતરી માિહતી મળશે

હવે ડીિજટલ ડીસ્પ્લે બોર્ડ તમારા રૂટના ટ્રાફિકની માહિતી આપશે

શહેરના વિવિધ ટ્રાિફક સર્કલ્સ પર સેવાસદન દ્વારા ડીિજટલ ડીસ્પ્લે બોર્ડ મૂકાશે

તાપમાન પણ જણાવશે

{ ટ્રાફિકનીસતત માહિતી