• Gujarati News
  • ક્રેઇનની ટક્કરે વીજ થાંભલો પડતા એરફોર્સ જવાનનું મોત

ક્રેઇનની ટક્કરે વીજ થાંભલો પડતા એરફોર્સ જવાનનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનજીક દરજીપુરા ખાતે રહેતા અને એરફોર્સમાં ફરજ બજાવતા સી.એસ. રાજન (ઉં.28) મંગળવારે સવારે 11 કલાકે કામ માટે પોતાના કેમ્પસમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પસાર થઇ રહેલી એરફોર્સની ક્રેઇન થાંભલા સાથે ધડાકાભેર ભટકાઇ હતી જે થાંભલો સી.એસ.રાજન પર પડતાં તેઓ ઘવાયા હતાં. બુધવારે તેમનું એસએસજી હોસ્પીટલ ખાતે મોત નિપજ્યુ હતું.

એરફોર્સ કેમ્પસમાં મંગળવારે સવારે ક્રેઇનની કાટમાળ અને ભંગાર હટાવવાની કામગીરી ચાલી રહી હતી. જે વેળા કેમ્પસમાંથી સી.એસ.રાજન રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં. કેમ્પસમાં રસ્તા પરથી પસાર થઇ રહેલી ક્રેઇન થાંભલા સાથે ભટકાઇ હતી. થાંભલામાં ક્રેઇન ભટકાતા થાંભલો તૂટી પડયો હતો તે સમયે પસાર થઇ રહેલા એરફોર્સ જવાન સી.એસ. રાજન ઉપર થાંભલો પડ્યો હતો. જેને પગલે તેઓ સ્થળ પર લોહીલુહાણ થઇ બેભાન થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાજનની બૂમો સાંભળી સ્થળ પર એરફોર્સના અન્ય જવાનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તરત હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવે એરફોર્સ જવાનોના ગમગીની ફેલાવી દીધી છે.બુધવારે સવારે મોટી સંખ્યામાં એરફોર્સના જવાનો રાજનનો મૃતદેહ લેવા માટે સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા.