• Gujarati News
  • ફતેગંજમાં કારના કાચ તોડી ચોરી

ફતેગંજમાં કારના કાચ તોડી ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી સ્વીફ્ટ કારના કાચ તોડી કોઇ શખ્સ કારમાં મુકેલા પર્સમાંથી રૂા.6 હજાર રોકડા સહિત રૂા.16 હજારની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાઇ છે. છાણી જકાતનાકા પાસે આવેલી અમિતનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સોમાભાઇ શંકરભાઇ ઠક્કર આજે બપોરના સમયે કામ માટે ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ગયા હતા.સોમાભાઇ ઠક્કર પોતાની સ્વીફ્ટ કાર સેફ્રોન ટાવર પાસે રોડ ઉપર પાર્ક કરીને ઝેરોક્ષ કઢાવવા માટે ગયા હતા. તે સમયે કોઇ ગઠીયો તેઓની કારની ડાબી બાજુનો કાચ તોડી કારમાં લેડીઝ પર્સમાં મુકેલા રોકડા ~6000 તથા એક એ.ટી.એમ. કાર્ડ, એક પેઇન ડ્રાઇવ તેમજ પાનકાર્ડ ઉપરાંત કારમાં પડેલું લેપટોપ મળી કુલ્લે રૂા.16000ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. સોમાભાઇએ બનાવ અંગેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.