• Gujarati News
  • તબીબે સ્વાઇન ફ્લૂ પ્રિવેન્શન માટે 9 લાખ લોકોને દવા આપી

તબીબે સ્વાઇન ફ્લૂ પ્રિવેન્શન માટે 9 લાખ લોકોને દવા આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાનાહોમિયોપથી તબીબ ડો.રાજેશ શાહે ફેબ્રુઆરી માસમાં રાજ્યભરમાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂના વાવર દરમિયાન હોમિયોપથી દવાઓની અસરકારતાને સમજીને સ્વાઇન ફ્લૂને રોકવા માટે અગાઉથી લોકોમાં જાગૃતિ ફેલાવી અંદાજે નવ લાખ લોકોને હોમિયોપેથિક દવાનો ડોઝ આપ્યો હતો. સ્વાઇન ફ્લૂને મિશન ગણીને કામ કરનારા તબીબે કરેલા કાર્ય અંગે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ દાવો કરવામાં આવ્યો છે. 10મી એિપ્રલે ઉજવાનારા વિશ્વ હોમિયોપથી દિવસે ડો.રાજેશ શાહ વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કરશે.

તબીબી ક્ષેત્રે હોમિયોપથીમાં વડોદરાની ગણના કાશી તરીકે થાય છે, કારણ કે શહેરમાં હોમિયોપથીનો બહોળો વિકાસ થયો છે. વડોદરાના હોમિયોપથી તબીબ ડો.રાજેશ શાહે તાજેતરમાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂના ક્હેરમાં સ્વાઇન ફ્લૂના પ્રિવેન્શન માટે વડોદરાનાં અંદાજે સાત લાખ અને રાજ્યનાં અન્ય શહેરોનાં બે લાખ લોકોને મફત દવાના ડોઝનું વિતરણ કરીને અનોખો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર ફેલાયો હતો. ડો.રાજેશ શાહના જણાવ્યા મુજબ હોમિયોપથી દવા રોગ કે બીમારીને અગાઉથી રોકવામાં અસરકકારક ભૂમિકા ભજવે છે. સ્વાઇન ફ્લૂના વાવર વખતે ડો.રાજેશ શાહે 10મી ફેબ્રુઆરીથી મિશન સ્વાઇન ફ્લૂ શરૂ કર્યું હતું અને વડોદરામાં 151 જેટલાં વિવિધ સ્થળો પર કેમ્પ કરીને 6,93,500 જેટલાં લોકોને હોમિયોપથી દવાનો ડોઝ આપ્યો હતો જ્યારે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નવસારી ભરૂચ સહિત વિવિધ શહેરોમાં અંદાજે 2,04,900 લોકોને દવાનો ડોઝ આપ્યો હતો. દવાનો ડોઝ આપ્યા બાદ તેમણે તમામ લોકોનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો અને સતત મોનિટરિંગ કરીને ફોલોઅપ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાંચ ગોળીના ડોઝ ની અસર ત્રણથી ચાર મહિના રહે છે અને એક પણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂની અસર થઇ હતી. શાળા કોલેજો અને સોસાયટી વિસ્તારોમાં તથા સામાજિક સંસ્થાઓમાં જઇને તેમણે 151 કેમ્પ કર્યા હતા અને લોકોને સ્વાઇન ફ્લૂ અંગે અને હોમિયોપથી દવાની અસર વિશે માહિતી આપી હતી.

ડો.રાજેશ શાહ

અભ્યાસ : MD(હોમિ.), MBA માર્કેટિંગ, મ્યુઝિક (ગ્રેજ્યુ.), તબલાં (વિશારદ)

1986થીહોમિયોપથી તબીબ તરીકે પ્રેક્ટિસ

પ્રોફાઇલ

દવા આપ્યા બાદ સતત ફોલોઅપ

વડોદરાશહેરસહિત રાજ્યનાં 8,98,500 જેટલાં લોકોને 45 દિવસ દરમિયાન હોમિયોપથી દવા ઇમ્યુનોમોડ્યુલેટર વિથ આલ્બ નામની દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો જેની અસર ત્રણથી ચાર મહિના રહે છે અને તેની કોઇ આડઅસર પણ થતી નથી. દવા આપ્યા બાદ જે તે વ્યક્તિનું સતત ફોલો અપ કરાયું હતુ. ડોઝ લેનાર એક પણ વ્યક્તિને સ્વાઇન ફ્લૂની અસર હતી. રાજ્ય સરકારે પણ તેમના મિશનની સરાહના કરી હતી.

વિશ્વ વિક્રમ