• Gujarati News
  • સિગ્મા ગ્રૂપના સંચાલકો પાસેથી ~42 કરોડનું કાળું નાણું ઝડપાયું

સિગ્મા ગ્રૂપના સંચાલકો પાસેથી ~42 કરોડનું કાળું નાણું ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઇન્કમટેક્સ વિભાગે બાકરોલ ખાતે સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પાસેથી 42 કરોડનું બિનહિસાબી કાળું નાણું ઝડપી પાડીને વર્ષનું સૌથી વધુ કાળું નાણું એક સંસ્થા પાસેથી ઝડપી પાડ્યું છે.

વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના ઉચ્ચ અધિકારીઓએ ત્રણ દિવસ પહેલાં બાકરોલ ખાતે આવેલી સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો શૈલેશ શાહની ઓફિસ તથા રહેઠાણ પર દરોડા પાડીને હિસાબી ચોપડા અને કમ્પ્યૂટર રેકર્ડની ચકાસણી કરીને વાંધાજનક દસ્તાવેજો તેમજ બિનહિસાબી આવક અને રોકાણના દસ્તાવેજો સહિત ઝડપી પાડ્યા હતા. સિગ્માના સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડમિશન પેટે ઉઘરાવેલા લાખોના ડોનેશનની રકમ ...અનુસંધાનપાના નં.10



સહિતરૂપિયા 42 કરોડ બિનહિસાબી કાળું નાણું ઝડપી પાડ્યું છે. હજુ નારાયણ રિયાલિટી અને નિયોટેક કોલેજના સંચાલકોની ઓફિસ અને ઘરમાંથી પકડાયેલા વાંધાજનક દસ્તાવેજો અને કમ્પ્યૂટર રેકર્ડ તથા પેન ડ્રાઇવને જપ્ત કરીને કાળું નાણું શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

છેલ્લાં ત્રણ વર્ષની સોૈથી મોટી રેડ

{સ્ટર્લિંગ બાયોટેક રિસર્ચ સેન્ટર પાસેથી 220 કરોડનું બેનામી નાણું ઝડપાયું

{ શહેરના ત્રણ બિલ્ડર ગ્રૂપ- નીલાબંર ગ્રૂપ, સત્યનારાયણ ગ્રૂપ અને તક્ષ ગ્રૂપ સહિત બિલ્ડર પાસેથી 142 કરોડનું કાળું નાણું મળ્યું

સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિ. પાસેથી શું ઝડપાયું

(1)રૂપિયા 1.15 કરોડ રોકડા (2) 2.09 કરોડનું 7.5 કિલો સોનું (3) 7.5 લાખની જ્વેલરી (4) બિનહિસાબી આવક-રોકાણના દસ્તાવેજો

સુરતમાંથી ~12 કરોડનું કાળુનાણું ઝડપાયું

સુરતકતારગામનાબિલ્ડરને ત્યાં ચાર દિવસ અગાઉ હાથ ધરવામાં આવેલાં સરવેમાં રૂપિયા 12 કરોડની બેનામી આવક મળી આવી હતી. રેન્જ-8ના એડિશનલ કમિશનર એચ.કે.લાલની નિગરાનીહેઠળ કતાર ગામના બિલ્ડર કિશોર ભાઈના કે. સ્ટાર ગ્રુપને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. ગ્રુપના ચાર પ્રોજેક્ટ કતારગામમાં ચાલે છે.