• Gujarati News
  • ટેન્કરમાંથી ~33,270નું કેમિકલ ચોરનાર ડ્રાઇવર પકડાયો

ટેન્કરમાંથી ~33,270નું કેમિકલ ચોરનાર ડ્રાઇવર પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમિકલચોરીમાં નાસતા ફરતા વોન્ટેડ ટેન્કર ચાલકને ક્રાઇમ બ્રાન્ચે છાણી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ટેન્કરમાંથી 2000 લિટર કેમિકલની ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાલકનો કબજો કોસંબા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ હતી.

અંગે પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર કોસંબા પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરીમાં નાસતો ફરતો આરોપી જશપાલસિંઘ ગીલ છાણી તેના ઘરે આવ્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ પ્રદીપ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોસઇ વી.એસ.પલાસ સહિતના સ્ટાફે છાણી અંબિકાનગર ખાતેથી જસપાલસિંઘને ઝડપી પાડ્યો હતો. નંદેસરી ખાતેથી 20 સપ્ટેમ્બરે સિમાલીન કેમિકલ કંપનીમાંથી કેમિકલ ભરી ટેન્કર જશપાલસિંઘ લઇને નીકળ્યો હતો.

પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે નારોલીની પટેલ કેનવર્ડ કેમિકલ કંપનીમાં કેમિકલ પહોંચાડવાનું હતું. પટેલ કેનવર્ડમાં જથ્થાની તપાસ કરતાં 2000 લિટર કેમિકલ કિંમત રૂ. 33,270 ની ઘટ આવી હતી. તે સમયે કંપનીના મેનેજર મૂકેશ જાની રહે, તરસાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં ડ્રાઇવર દોઢ મહિનાથી ફરાર થઇ ગયો હતો. ્રાઇવરે પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે, કીમ ચાર રસ્તા પાસે આવેલી એક હોટલમાં દાદા તરીકે ઓળખાતા શખ્સ સાથે મળી 2000 લિટર કેમિકલ ચોરી કરી વેચી દીધું હતું.