• Gujarati News
  • ગોત્રી અને સયાજીગંજમાં બેનો આપઘાતનો પ્રયાસ

ગોત્રી અને સયાજીગંજમાં બેનો આપઘાતનો પ્રયાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રીખાતે 40 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો જ્યારે બીજી તરફ સયાજીગંજ ખાતે બેકારીથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે સવારે બનેલી બંને ઘટનાઓમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રીના હરિનગર ખાતે આવેલા ધરમપુરામાં રહેતા 40 વર્ષીય મહેશભાઈ માનસિક રીતે અસ્વસ્થ હોઈ તેમની સારવાર કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. તેમણે રવિવારે સવારે પોતાના ઘરે પંખા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે અરસામાં તેમનો 11 વર્ષીય દીકરો કૌશિક ત્યાં આવી જતાં તેણે બુમરાણ મચાવી અન્ય પરિવારજનો સહિતનાં લોકોને એકત્રિત કરી દીધાં હતાં. અન્યોની મદદથી તેણે પિતાને નીચે ઉતાર્યા હતા. તેમને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં તેમની હાલત ગંભીર હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

ઈડરના ગાઠિયાથોલ ગામે રહેતા નીલકંઠભાઈ રાજેન્દ્રભાઈ ગોત્રીમાં પોતાના મિત્રના ત્યાં રહેતા હતા. જોકે ઘણા સમયથી તેઓને કાંઈ કામધંધો મળતો હતો. તેમણે રવિવારે સવારે પ્રતાપગંજ પોલીસ ચોકી પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસરથી તેઓની હાલત લથડવા લાગી હતી. તેમને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યું હતું. પોલીસ તપાસમાંં તેણે બેકારીને કારણે કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ સપાટી પર આવ્યું હતું.

{ પોલીસ ચોકી પાસે બેકાર યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી