NEW INTOWN

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NEW INTOWN

બેંકર્સ હાર્ટ હોસ્પિટલની નવી શાખાની જાહેરાત કરાઈ.

બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં

આધુનિક સુવિધાઅો મૂકાઈ

િસટી રિપોર્ટર :વડોદરા

વારસિયારિંગ રોડ ખાતે આવેલા પંચશીલ ચાર રસ્તા પાસે બેંકર્સ હાર્ટ હોસ્પિટલની નવી શાખાનો શુક્રવારે પ્રારંભ કરાયો હતો. અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં હોસ્પિટલના સંચાલક ડો.દર્શન બેંકરે જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલમાં વાઈફાઈ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસો કરાયા છે.’

તદુઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘હોસિપ્ટલમાં અમે મલ્ટિ સ્પેશ્યાલિટીની સુવિધાઓ આપી રહ્યાં છે. નવી હોસ્પિટલનું ઉદઘાટન 30 નવેમ્બરના રોજ કરાશે. હોસ્પિટલમાં જ્યારે દર્દીને આઈસીયુમાં રાખવામાં આવ્યો હોય ત્યારે દર્દીના પરિવારજનો તેને જોઈ શકે તેમજ દર્દીના પરિવારને ફોન નંબર આપી તેની સાથે વાત પણ કરી શકે તે પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. તેઓ સારવાર કરનાર તબીબની સાથે પણ વાત કરી શકશે. ઉપરાંત દર્દીઓની સારવાર માટે અનુભવી પ્રોફેશન્લ અને સ્ટેટ ઓફ આર્ટ ઈિક્વપમેન્ટ્સને સુવિધામાં સામેલ કરાયા છે.’ હોસ્પિટલમાં તમામ સંશાધનો પાછળ અંદાજીત 12થી 15 કરોડનો ખર્ચ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. વારસિયા રિંગ રોડ ખાતે નવી શાખાના પ્રારંભ િવશે હોસ્પિટલના સંચાલકે વધુમાં જણાવ્યું કે, ‘અમારી પ્રોફેશનલ ટીમ દ્વારા 1.50 લાખથી પણ વધુ આઉટ ડોર તેમજ 40 હજારથી પણ વધુ ઈન્ડોર દર્દીઓને સુપર સ્પેશ્યાલીટી સારવારનો લાભ અપાયો છે. જેથી અમે સામાજીક ફરજ પણ બજાવીએ છીએ.’