• Gujarati News
  • MCIના સભ્યોએ 100 પાનાંનો રિપોર્ટ બનાવ્યો

MCIના સભ્યોએ 100 પાનાંનો રિપોર્ટ બનાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રીમેડીકલ કોલેજમાં એમસીઆઇની ત્રણ સભ્યોની ટીમે બે દિવસની તપાસ બાદ 100 પાનાંનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.

ગોત્રીની મેડીકલ કોલેજમાં ગઇકાલથી એમસીઆઇની ટીમમાં દિલ્હીની મૌલાના આઝાદ મેડીકલ કોલેજના ડીન અને ઇન્સ્પેકશનના ચીફ ઇન્સપેક્ટર ડૉ. એ.કે.અગ્રવાલની આગેવાનીમાં મહારાષ્ટ્રના ડૉ. મોહન્તી અને બિહારના ડૉ. દાસની ત્રણ સભ્યોની ટીમે ગોત્રી કોલેજ અને હોસ્પીટલમાં ગઇકાલે ઇન્સ્પેકશન હાથ ધર્યું હતું. જેમાં ગઇકાલે ટીમે ગોત્રી મેડીકલ કોલેજ-હોસ્પીટલમાં અદ્યતન ઓપરેશન થીયેટર, દવાનો જથ્થો, બાયોમેડીકલ વેસ્ટની ચકાસણી કરી હતી. બીજા દિવસે ડૉ. એ.કે.અગ્રવાલની આગેવાનીમાં ટીમે વરણામા ખાતે આવેલ રૂરલ અને અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. દરમિયાનમાં એમસીઆઇની ટીમના ચીફ ઇન્સ્પેકટર ડૉ. એ.કે.અગ્રવાલે મેડીકલ કોલેજમાં ~50 લાખના ખર્ચે તૈયાર હિમોફીલીયો ડે કેર સેન્ટરનું ઉદ્દઘાટન કર્યુ હતું. બપોરે ટીમે મેડીકલ કોલેજની હોસ્ટેલ, કવાર્ટ્સની મુલાકાત લીધી હતી. બે િદવસની તપાસ બાદ ટીમે 100 પાનાનો દળદાર ફાઇનલ રિપોર્ટ તૈયાર કર્યો હતો.