• Gujarati News
  • ગિફ્ટસિટી ખાતેના ઈન્ટ. ફાઇનાન્સ સર્વિસ સેન્ટરના નિયમો જાહેર થશે

ગિફ્ટસિટી ખાતેના ઈન્ટ. ફાઇનાન્સ સર્વિસ સેન્ટરના નિયમો જાહેર થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક(ગિફ્ટ) સિટી ખાતે તૈયાર કરવામાં આવેલા દેશના સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર માટે જરૂરી નિયમોના સુગ્રથિત માળખાની દસમી એપ્રિલે કેન્દ્રના નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા જાહેરાત કરવામાં આવશે. વધુ માહિતી આપતાં રાજ્યના નાણાં મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે ‘રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર આઈએફએસસી ઈન ઈન્ડિયા’ વિષય પર યોજાનારી કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના નાણાં મંત્રાલયના સચિવ ડૉ. હસમુખ અઢિયા અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ રાજીવ ખેર કોન્ફરન્સને સંબોધન કરશે. કોન્ફરન્સમાં રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજન પણ હાજર રહે તેવી શક્યતા છે.

ગાંધીનગર