• Gujarati News
  • કેરિયર નહીં પણ કેરેકટર બનાવો : પૂ.રત્નસુંદરસૂરીશ્વરજીની શીખ

કેરિયર નહીં પણ કેરેકટર બનાવો : પૂ.રત્નસુંદરસૂરીશ્વરજીની શીખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇનજીક દહાણુ રોડ ખાતે જૈનાચાર્ય પ.પૂ.રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલી વિદ્યાર્થીઓ માટેની ખાસ શિબિરમાં ભાગ લેવા માટે વડોદરામાંથી 60થી વધુ યુવાનો દહાણુરોડ ખાતે પહોંચ્યા હતા. શિબિરમાં જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. યુવાન અને વિદ્યાર્થીઓને આત્મહત્યા નહીં કરવાનો સંકલ્પ કરાવી કેરિયર નહીં પણ કેરેકટર બનાવવા બાબતે શીખ આપી હતી. તેમજ ઉપસ્થિત યુવકોને આપઘાત કરવાના શપથ લેવડાવ્યા હતા.

મુંબઇ નજીક દહાણુ રોડ ખાતે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખાસ શિબિર યોજવામાં આવી છે. શિબિરમાં ભાગ લેવા માટે વડોદરાના અલકાપુરી જૈન સંઘના 60થી વધુ યુવાનો એક બસ દ્વારા દહાણુ રોડ ખાતે પહોંચ્યા હતા. શિબિરમાં દહાણુ રોડ અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલ, કોલેજ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પૂ.રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.એ યુવાનોને સંબોધન કરતાં અભ્યાસમાં કેરિયર કરતાં કેરેકટર અગત્યનું હોવાનું જણાવીને કહ્યું હતું કે કેરિયરમાં ઘણું નુકસાન થાય છે જે કેરેકટર પર અસર કરે છે. વ્યક્તિએ કયારેય ડિપ્રેશનમાં આવવાની જરુર નથી તેમ જણાવીને મહારાજ સાહેબે અભ્યાસમાં હાલ હૃદયને સ્પર્શે તેવા વિષયો ના હોવાનું જણાવીને કહ્યું હતું કે ટીચિંગ છે પણ ટચિંગ નથી. તેણે 1 હજાર યુવાનોને ઊભા કરીને આત્મહત્યા નહી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના અત્યાર સુધી 295 પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયાં છે.