• Gujarati News
  • રાજ્યના વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર જવું પડ્યું

રાજ્યના વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર જવું પડ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનીરાષ્ટ્રિય સંસ્થાઓમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફી મેનેજમેન્ટ (આઇઆઇએમ) સહિતની સંસ્થાઓમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી કોમન એડમીસન ટેસ્ટ(કેટ)માં ચાલુવર્ષે પણ અનેક છબરડાં થતાં ઉમેદવારોને ભારે હાલાકી ભોગવી પડી હતી. છબરડાંના કારણે અમદાવાદના 12 સહિત રાજ્યના 22 જેટલા વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા મહારાષ્ટ્રના અહમદનગર ખાતે ફાળવી દેવાઇ હતી. જેના લીધે ઉમેદવારોને ભારે પરેશાનનીનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ પેપરના બંને સેકશનમાં ચાર-ચાર પ્રશ્નોનો અઘરા લાગતા ઉમેદવારો મૂંઝાયા હતાં.

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, અને રાજકોટ સેન્ટરમાંથી પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મમાં અમદાવાદાના 12 સહિત રાજ્યના 22 જેટલા ઉમેદવારોએ અમદાવાદ સેન્ટરોનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ 22 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા મહારાષ્ટ્રના અહમદનગર ખાતે ફાળવી દેવાઇ હતી.

પેપર અઘરું નીકળ્યું હોવાની ફરિયાદ

બંનેસેકશનમાંચાર-ચાર પ્રશ્નો અઘરા હોવાના કારણે ઉમેદવારોએ ટાર્ગેટ પૂરો કરી શક્યા હતા. ચાલુવર્ષે પેપરની પેટર્ન બદલાયેલી પેટન્ટમાં સમય વધારી 170 મિનીટ કરાઇ હોવા છતાં અઘરા પ્રશ્નોને કારણે ફાયદો થયો હતો.