• Gujarati News
  • અકોટામાં ગંદકી અટકાવવા વોચમેન મુકાશે

અકોટામાં ગંદકી અટકાવવા વોચમેન મુકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું કહે છે રહીશો?

ગંદકી અટકાવવા સાહિયારો પ્રયાસ

અકોટાનીત્રણ સોસાયટીઓનાં રહીશોએ પોતાના વિસ્તારમાં આવેલા કચરાની કાયમી સ્પોટ પર કોઇ વ્યક્તિ કચરો નાખે તે માટે 12 કલાક માટે વોચમેન બેસાડવાનો નિર્ણય કર્યો છે. જો આગામી ત્રણ માસ સુધી પ્રયોગ સફળ રહ્યો,તો તેમાં વધુ સોસાયટીને જોડવામાં આવશે.

શહેરના અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા પર એ1 થી 9 મકાનોના પ્રવેશદ્વાર પાસે વર્ષોથી લોકો કચરો નાખી જાય છે. સ્થળ કચરાની કાયમી સ્પોટ બની ગઈ છે. વારંવાર પ્રયાસો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ થઇ શક્યું નથી. આખરે સમસ્યાના કાયમી નિરાકરણ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રવિવારે વિસ્તારના કોર્પોરેટર ડો.વિજય શાહ અને રાધાકૃષ્ણ પાર્ક, અનુરાગ સોસાયટી અને ગુલમહોર સોસાયટીના પ્રતિનિધઓની બેઠક મળી હતી. જેમાં કચરાના કાયમી સ્પોટ પર કોઇ વ્યક્તિ કચરો નાખે તે માટે વોચમેન બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી એક વોચમેન સ્પોટ પર 12 કલાક સુધી તૈનાત કરાશે. વોચમેનનો અડધો પગાર ત્રણ સોસાયટીનાં રહીશો આપશે જ્યારે અડધા પગારની વ્યવસ્થા કોર્પોરેટર ડો.વિજય શાહ કરશે.

વડોદરા શહેરમાં સંખ્યાબંધ કાયમી કચરાની સ્પોટ છે અને વારંવાર પ્રયાસો કરવા છતાં દૂર કરી શકાતી નથી. ત્રણ સોસાયટીઓનાં રહીશોને એકત્ર કરી સવારથી સાંજ સ્પોટ પર માણસ મૂકવાનું નક્કી કર્યું છે. જે લોકોને કચરો નાખતાં અને ગંદકી કરતાં અટકાવશે.આ માણસનો અડધો પગાર રહીશો અને અડધા પગારની વ્યવસ્થા હું કરીશ.> ડો.વિજયશાહ, સ્થાનિકકોર્પોરેટર

સમસ્યાના કાયમી નિરાકરણ તરફ કદમ

માણસ મૂકવાનો સામૂહિક નિર્ણય છે . 3સોસાયટીનાં રહીશો ફંડ આપશે. પ્રાયોગિક ધોરણે નિવારણનો પ્રયાસ કર્યો છે. સફળતા બાદ વધુ નિર્ણય લેવાશે. > કમલેશશાહ, અનુરાગસોસાયટી

એવું લાગે છે કે હવે સ્થળે માણસ મૂકવાથી કચરો નાખવાનું બંધ થઇ જશે. પ્રકારના પ્રયાસ કરવા જોઇએ. તો સફળતા મળશે. > ડો.બી.એમ.પલાણ,ગુલમહોરસોસાયટી

સોસાયટી પાસે વર્ષોથી કચરાની કાયમી સ્પોટ છે જેથી સ્થળે ગંદકી થાય અને કોઇ કચરો નાખે તે માટે ત્રણ મહિના સુધી 12 કલાક માટે માણસ બેસાડવાનું નક્કી કર્યું છે. > સંજયકાછિયા, રાધાકૃષ્ણપાર્ક,