• Gujarati News
  • પોસ્ટ ઓફિસમાંથી ઉચાપતનો કેસ

પોસ્ટ ઓફિસમાંથી ઉચાપતનો કેસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોસ્ટ ઓફિસમાંથી ઉચાપતનો કેસ

ગાંધીનગરનાં દંપતીને

~1.80 લાખ ચૂકવવા હુકમ



ગાંધીનગરનાદંપતીએ એલેમ્બીક પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનામાં ~1.80 લાખનાં કરેલા રોકાણમાં થયેલી ઉચાપત સંદર્ભે ગ્રાહક કોર્ટમાં કરેલી ફરિયાદમાં કોર્ટએ 2 મહિનામાં ઉચાપત થયેલી રકમ વ્યાજ સહિત ચૂકવવા પોસ્ટને હુકમ કર્યો હતો.

ગાંધીનગર સેકટર 23 માં રહેતા દિલીપ શાહ અને તેમના પત્ની નીતાબેનએ 9 જુલાઇ 2004 માં વડોદરાની એલેમ્બીક પોસ્ટ ઓફિસમાં એજન્ટ મારફતે નાની બચત યોજનામાં ~1.80 લાખથી ખાતુ ખોલાવેલું હતું. જે રકમ 10 જુલાઇ 2010 નાં રોજ પાકતા ફરીથી રોકાણ માટે જરૂરી ફોર્મ ભરી એજન્ટ મારફતે પોસ્ટમાં મોકલી આપ્યું હતું.

દરમિયાન એલેમ્બીક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પોસ્ટ ખાતામાં ઘણી મોટી રકમોની ઉચાપત થઇ હોવાનું બહાર આવતા શાહ દંપતીએ પોતે રોકાણ કરેલી ~1.80 લાખની રકમની તપાસ કરતા ઉચાપત થઇ હોવાનું માલૂમ પડયું હતું.

દંપતીએ પોસ્ટમાં ઘણી બધી રજૂઆતો કરવા છતા પોસ્ટ વિભાગે રકમ ચૂકવી આપી હતી. દિલીપભાઇ તરફે હેલ્પ લાઇન ગ્રાહક મંડળનાં ટ્રસ્ટી મંત્રી મુકેશ શાહે હાજર રહી દલીલો રજૂ કરી હતી કે, ભારત સરકારનાં નાણમંત્રાલયે ~20000 થી વધુ ની રકમ હોય તો રોકડેથી નહિ ચૂકવી ચેકથી વ્યવહાર કરવો જોઇએ. જે પરીપત્રને પોસ્ટ વિભાગ નહિ અનુસરી સેવામાં ક્ષતિ અને અનૈતિક વેપાર પદ્ધતિ આચરેલી છે. ગ્રાહક કોર્ટનાં અધ્યક્ષ કે.કે.પટેલ, સભ્ય વી.અાર.ખડસેએ હેલ્પલાઇનનાં મુકેશ શાહની દલીલો માન્ય રાખી ગાંધીનગરનાં શાહ દંપતીને 2 મહિનામાં રોકાણ કરેલા ~1.80 લાખ 9% વ્યાજ, માનસિક ત્રાસનાં ~10000 અને ફરિયાદ ખર્ચ પેટે ~5000 ચૂકવી આપવા પોસ્ટ વિભાગને હૂકમ કર્યો હતો.