તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉત્તરના ઠંડા પવનના કારણે બફારાથી રાહત

ઉત્તરના ઠંડા પવનના કારણે બફારાથી રાહત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંસોમવારે બફારા અને ગરમીથી લોકોએ સામાન્ય રાહત મેળવી હતી. ઉત્તરપૂર્વમાંથી ફૂંકાયેલા ઠંડા પવનના કારણે તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી રહ્યો હતો. આવતીકાલે મંગળવારે શહેરનું તાપમાન 37 ડિગ્રી રહે તેવી સંભાવના વ્યકત કરાઇ છે.

મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. રવિવાર કરતાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ઉત્તરપૂર્વમાંથી ફૂંકાયેલા ઠંડા પવનના કારણે તાપમાનમાં સહેજ ઘટાડો રહ્યો હતો. ઠંડા પવનનો અનુભવ થયો હતો.

જોકે બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો પણ એકંદરે તાપ અને બફારાથી થોડી ઘણી રાહત લોકોએ મેળવી હતી. સોમવારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા અને સાંજે ભેજનું પ્રમાણ 48 ટકા જેટલું રહ્યું હતું .આવતીકાલે મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.