તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેમિકલ ભરેલું ટેન્કર ચોરી, ચાલક ફરાર

કેમિકલ ભરેલું ટેન્કર ચોરી, ચાલક ફરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલ્ડનચોકડી પાસે ટેન્કર મૂકી ટેન્કરનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટેન્કરમાંથી ~1.60 લાખની કિંમતનું કેમિકલ પણ તે ચોરીને ફરાર થઈ ગયો હતો. તે પોતાના માલિકને ડિલિવરી કરવા માટે કાલે ટેન્કર ખાલી કરી દેવામાં આવશે તેમ કહી ગયો હતો. પોલીસે બનાવ અંગે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અંગે પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર રણોલી જીઆઇડીસી ખાતેના મારુતિ કોમ્પ્લેક્ષમાં રહેતા શિવાજીભાઈ દેવરાજ શર્મા શિવમ્ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમનો ડ્રાઇવર ગુરુજતસિંગ કતારસિંગ મહેરા દ્વારા રવિવારે સવારે નંદેસરી ખાતેની કેમિકલ કંપની સીમા લિમિટેડમાંથી કેમિકલ ભરાવવામાં આવ્યું હતું. કેમિકલ ભરાવ્યા બાદ સાંજે જ્યારે શિવાજીભાઈએ તેનો સંપર્ક કર્યો ત્યારે તેનો ફોન તે ઉપાડતો હતો. તે પછી થોડા સમય બાદ તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો.

જેથી તેઓએ તપાસ કરતાં ટેન્કર ગોલ્ડન ચોકડીથી વાસદ જવાના રસ્તા પર મળી આવી હતી, જેમાંથી 17.230 મેટ્રિક ટન જેટલું કેમિકલ ~1.60 લાખનું ચોરાઈ ગયું હતું તથા ચાલક ગુરુજતસિંગ પણ ત્યાં હતો. ચોરીના બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. તેમણે બનાવ અંગે છાણી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે સંદર્ભે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

{ વાસદ જવાના માર્ગ પર ટેન્કર મળી આવી