તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજે ચંદ્રમાની શીતળતા સાથે શરદ પૂનમ ઉજવાશે

આજે ચંદ્રમાની શીતળતા સાથે શરદ પૂનમ ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલીનવરાત્રિ પર્વની સાથે શરૂ થયેલી શરદ ઋતુ અંતર્ગત આવતીકાલે મંગળવારે સાંજ પછી શરૂ થતી પૂનમને કારણે શહેરીજનો ચંદ્રમાની શીતળતા સંગ શરદ પૂનમના પર્વની ઉજવણી કરશે. મંગળવારે સાંજે 7.15 કલાકે પ્રારંભ થતી પૂનમ બુધવારે સાંજે 4.21 કલાકે સંપન્ન થતી હોઇ શ્રદ્ધાળુઓ વ્રતની પૂનમ મંગળવારે મનાવશે. શરદ પૂનમ પ્રસંગે શહેરમાં રાસ-ગરબા, વિવિધ સમુદાયના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરીજનો દૂધ-પૌંઆ અને ગરમાગરમ બટાકા-વડાંની જ્યાફત માણી શરદપૂનમની ઉજવણી કરશે.

આવતીકાલે શરદ પૂનમ હોવાથી શહેરમાં પર્વની પરંપરાગત રીતે ઉજવણી થશે. સાથેસાથે સોસાયટીઓ અને પોળોમાં તેમજ વિવિધ સમાજ દ્વારા રાસ-ગરબા, સમાજના ગેટ-ટુ-ગેધરના કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ભજન-સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગાયત્રી ઉપાસક-જ્યોતિષી પૂ.હર્ષદ બાપાએ જણાવ્યું હતું કે, વર્ષે શરદ પૂનમ મંગ‌ળવારે સાંજે 7.15 કલાકે શરૂ થઇ બુધવારે સાંજે 4.21 કલાકે સંપન્ન થાય છે. જેથી શરદ પૂનમની ઉજવણી મંગળવારે કરી શકાય. જેની સાથે વ્રતની પૂનમ પણ મંગળવારે થઇ શકે.

શરદ પૂનમે શું કરવું?

{લક્ષ્મીજીનીપ્રસન્નતા માટે લક્ષ્મી મંત્રના જાપ

{લક્ષ્મીજીનીઉપાસના શ્રી સૂક્તના પાઠ દ્વારા કરી શકાય

{ચંદ્રનીશીતળતાનો આશરો લેવાથી નકારાત્મકતા દૂર થાય

{સાકર-ખાંડમિશ્રિત દૂધ-પૌંવા ચંદ્રમાની સન્મુખ રાખી આરોગવા

{દૂધ-પૌંવાખાવાથી શરદી-કફ પ્રકૃિતનું નિવારણ થાય છે.

{રાત્રેચંદ્રમા સામે અનિમેષ જોવાથી આંખોને ઠંડક મળે-આંખોનું તેજ વધે છે.