તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજથી બેંકિંગ કામગીરી રાબેતામુજબ

આજથી બેંકિંગ કામગીરી રાબેતામુજબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓક્ટોબરમહિના પ્રારંભ સાથે એક સાથે આવતાં સરકારી અને ખાનગી બેંક્સમાં 4 દિવસના મિનિ વેકેશનનો માહોલ રહ્યો હતો. ચાર-ચાર દિવસથી બેંક્સ બંધ રહેવાને કારણે અંદાજે ‌~1200 કરોડનું ક્લિયરિંગ ઠપ થઇ ગયું હતું. આજે સવારથી શહેર-જિલ્લાની બેંકો રાબેતા મુજબ ચાલુ થશે.

ચાર દિવસની રજા દરમિયાન શનિવારે હાફ ડે વેળાએ ક્લિયરિંગ માટે રજૂ થયેલા ચેક્સના નાણાં ગ્રાહકોને મંગળવારે તેમના ખાતામાં જમા મળશે. ચાર દિવસની રજાને કારણે આવતીકાલે બેંકોમાં ગ્રાહકોનો ભારે ધસારો થવા સાથે બેંકના તમામ કાઉન્ટર પર ગ્રાહકોની લાંબી કતારો જામશે.