• Gujarati News
  • ગુજરાતની બહેનને વેચાવા નહીં દઉં, દત્તક લઇશ: હેમંત સોરેન

ગુજરાતની બહેનને વેચાવા નહીં દઉં, દત્તક લઇશ: હેમંત સોરેન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાનીજે યુવતીએ ગરીબી અને માતા-પિતાની બીમારીથી તંગ આવીને સોશિયલ મીડિયા પર પોતાને વેચવાની જાહેરાત કરી હતી તેને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન દત્તક લેશે. હેમંત સોરેને જણાવ્યું છે કે ગુજરાતની બહેનને તે વેચાવા નહીં દે, પરંતુ તેને દત્તક લેશે. શુક્રવારે સાંજે હેમંતે જણાવ્યું કે પોતાનાં માતા-પિતાના ઇલાજ માટે પોતાને વેચવા મજબૂર થનારી યુુવતીના સમાચાર જાણીને તેમને આઘાત લાગ્યો છે. સમાચારના કારણે સમાજે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. તે વડોદરાની તે યુવતીને દત્તક લેવાની જાહેરાત કરે છે. તેનાં માતા-પિતાના ઇલાજમાં આવનારા તમામ ખર્ચના વહનનો પણ તે સંકલ્પ લે છે.

ગુજરાતનું મોડલ શ્રેષ્ઠ ગણાવનારા શરમ કરે

હેમંતેજણાવ્યુંકે ગુજરાતના વડોદરામાંથી આવેલા સમાચારે વાત જાહેર કરી દીધી છે કે ગુજરાત મોડલની ચર્ચા ઝારખંડમાં કરનારાઓ ઉપર જો જનતા વિશ્વાસ કરશે તો માનવતાની નહીં, પરંતુ સંબંધોની દરેક પરિભાષા શરમમાં મુકાઇ જશે. આખી દુનિયામાં નીતિ અને નૈતિકતાનો પાઠ ભણાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાંથી આવેલા સમાચારે તેમની પોલ ખોલી કાઢી છે.

દરેક ભારતવાસીઓના ગાલ પર તમાચો :

હેમંતેજણાવ્યુંકે ઘટના માત્ર ગુજરાત માટે નહીં પરંતુ દરેક ભારતીયના ગાલ પર તમાચો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ છે કે તે ઝારખંડને ગુજરાત બનાવવાનો પ્રયત્ન કરે, કારણ કે અમે નફા-નુકસાન માટે નહીં પરંતુ પોતાની અસ્મિતા અને સ્વાભિમાન માટે જીવીએ છીએ.

ઝારખંડના મુખ્યપ્રધાનહેમંત સોરેને ચક્રધરપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. એક ચૂંટણી સભામાં તેમણે જણાવ્યું હતું કે, હા, મારા પિતા શિબુ સોરેન છે અને હું તેમનો પુત્ર છું. અમે બંને નેતા છીએ. મોદીનો કોઇ પુત્ર નથી તો તેમાં હું શું કરી શકું છુંω શું ડોક્ટરના પુત્રનું ડોક્ટર બનવું ગુનો છેω જો નથી તો નેતાના પુત્ર નેતા કેમ બની શકેω.

મોદી પુત્ર વગરના છે તો હું શું કરુંω : હેમંત સોરેન