• Gujarati News
  • લા. ક્લબ દ્વારા મોતિયાનાં મફત ઓપરેશન

લા. ક્લબ દ્વારા મોતિયાનાં મફત ઓપરેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. લાયન્સકલબ આેફ, માંજલપુર 323/એફ-1,વડોદરા અને રાહકુઇ ગામના આઠીયા પરિવાર તરફથી તા.30મી નવેમ્બરે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં આંખની તપાસ કરી વિનામૂલ્યે ચશ્મા વિતરણ થશે. આંખના રોગો જેવા કે મોતિયો, વેલ, ઝામર તથા મોતિયાના ઓપરેશન લેન્સ સાથે કરાશે. નેત્રયજ્ઞ પટેલ ફળિયું, રાહકુઇ ગામ, જરોદ પાસે તા.30મી નવેમ્બરે સવારે 9.00 થી 12.30 કલાકે યોજાશે. લાયન્સ પ્રમુખ ડો.પંકજભાઇ એસ.પટેલ, લાયન્સ મંત્રી સુરેન્દ્રભાઇ ગુપ્તા તેમજ હેલ્થ કમિટિના ચેરમેન મનુભાઇ પટેલ, લાયન્સ ટ્રેઝરર ચંપકભાઇ શાહ અને લા.વ્યોમેશભાઇ વ્યાસના નેતૃત્વ હેઠળ કેમ્પ યોજાશે.