• Gujarati News
  • ખાલસા કબડ્ડી ટુર્નામેન્ટ : પુરુષોમાં પંજાબ, મહિલામાં હરિયાણા ચેમ્પિયન

ખાલસા કબડ્ડી ટુર્નામેન્ટ : પુરુષોમાં પંજાબ, મહિલામાં હરિયાણા ચેમ્પિયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોતીબાગ ક્રિકેટ ક્લબના દ્વારા યુવા િક્રકેટરોની પસંદગી માટે ફોર્મનું વિતરણ

વડોદરા }શહેરના મોતીબાગ ક્રિકેટ કલબ ખાતે યુવા ક્રિકેટરો માટેનો સિલેકશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. સિલેકશન પ્રોગ્રામના ફોર્મનું વિતરણ 14 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે થશે. સિલેકશનના પરિણામ 28મી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. મહારાજા સ્વ.રણજિતસિંહ ગાયકવાડ ચેરિટીઝ દ્વારા સંચાલિત મોતીબાગ ક્રિકેટ ક્લબ દ્વારા યુવા ક્રિકેટરોને પૂરતી તક મળે તે માટે ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવતા પ્લેયર્સને સિલેક્ટ કરવામાં આવે છે. સિલકેટ થયેલા પ્લેયર્સને આખુ વર્ષ યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે. સિલેકશન માટે અંડર 14ના પ્લેયર્સને 18 એપ્રિલ , 19 એપ્રિલે અને અંડર 16ના પ્લેયર્સને 21-22 એપ્રિલે સિલેકશન માટે સવારે 7.00 વાગે મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે મળવા જણાવાયુ છે.

વડોદરા }શિખસમાજ સેવા કમિટિ દ્વારા રવિવાર તા.12ના રોજ સપ્તપદી લોન્સ, એચપી પેટ્રોલ પંપ સામે, ગુરુદ્વારા ગુરુગોબિંદસિંઘજી, છાણી,વડોદરા ખાતે સાંજે 4થી સાત દરમિયાન ખાલસ કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ભાગ લેવા માટે રાજય એમ.પી. પંજાબ, હરિયાણા, ,રાજસ્થાન,દીવ અને વડોદરા (ગુજરાત)ની ટીમ શનિવારના રોજ વડોદરા ખાતે આવી પહોંચી હતી. આંતરરાજ્ય કબડ્ડી ટુર્નામેન્ટ એવી ઉપરોક્ત ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને વિનર્સ ટ્રોફિ અને રૂપિયા 25 હજારનું રોકડ ઇનામ અને રનર્સઅપને રનર્સઅપ ટ્રોફિ તેમજ રૂા. 12000નું રોકડ ઇનામ અપાયું હતું.





દેશી રમતોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાનાર કબડ્ડી ટુર્નામેન્ટને દર્શકો નિહાળી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી હતી. મોટી સંખ્યામાં કબડ્ડી રસિકો હાજર રહ્યા હતા. શનિવારથી વડોદરા આવી ગયેલ ટીમો માટે પણ સઘળી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.