• Gujarati News
  • માંજલપુર ખાતેના હાઉસિંગ બોર્ડના ફલેટની પસંદગીની તક આજથી શરૂ

માંજલપુર ખાતેના હાઉસિંગ બોર્ડના ફલેટની પસંદગીની તક આજથી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતહાઉસિંગ બોર્ડની માંજલપુર ખાતેની સ્કીમના ફલેટની પસંદગીની તક આવતી કાલથી શરૂ કરવામાં આવનાર છે. અગાઉ એમ આઈ જી અને એલ આઈ જી ફ્લેટ માટે અરજીઓ મંગાવાતાં તેને નબળો પ્રતિસાદ સાંપડ્યો હતો જેને પગલે હવે નવી સ્કીમનો અમલ કરવામાં આવ્યો છે.

હાઉસિંગ બોર્ડ દ્વારા માંજલપુર રોડ ખાતે 520 એમઆઇજીનાં અને 572 એલઆઇજીનાં મકાનોની સ્કીમ મૂકાઇ છે. 598 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા ગણીને એમઆઇજીના બે બેડરૂમ-હોલ કિચનના ફલેટની કિંમત રૂા.19.75 લાખ રાખવામાં આવી છે. જ્યારે, એક બેડરૂમ હોલ કિચનના એલઆઇજીના 400 ચોરસ ફૂટ ફલેટની કિંમત રૂા.10.75 લાખ રાખવામાં આવી છે.13 માળના બહુમાળી ફલેટ ટાવર સ્કીમ હેઠળ બાંધવામાં આવી રહ્યા છે અને દિવાળી સુધીમાં તો પઝેશન દેવાની તૈયારી કરી દેવામાં આવી છે.

વહેલો તે પહેલોના ધોરણે ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટ્સની પસંદગીની તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી, સોમવારે તા.13મીએ સવારે 10 વાગે ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીમાં આવીને મકાનવાંછુઓ પોતાની મનપસંદગીનો ફલેટ નક્કી કરી શકશે.