• Gujarati News
  • બધીર છાત્રો માટે હિન્દી માધ્યમની રાજ્યની પ્રથમ શાળા શરૂ કરાશે

બધીર છાત્રો માટે હિન્દી માધ્યમની રાજ્યની પ્રથમ શાળા શરૂ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્ર ભાષાથી નવી પેઢી અગવત રહે તે માટે સરકાર દ્વારા વખતોવખત પ્રયાસો થતા રહે છે. જો કે વડોદરાની સંસ્થાએ અનોખું બીડુ ઝડપીને બધિર વિઘાર્થીઓ માટે રાજયની પ્રથમ હિન્દી માધ્યમની શાળા સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. જેના ફળ સ્વરૂપ આગામી નવા શૈક્ષણિક સત્રથી શાળા કાર્યરત થઇ જશે.

ગત વર્ષે ઉત્તર પ્રદેશના રાકેશ ચૌરસિયાનો પરિવાર વડોદરા સ્થાયી થયો છે. તેમને તેમના બધીર પુત્ર રાહુલને હિન્દી માધ્યમમાં એડમિશન માટે જી.ડી.પટેલ માધ્યમિક વિદ્યાલયમાં સંપર્ક કર્યો હતો. ગુજરાતમાં હિયરંગ ઇમ્પેર્ડ માટે હિન્દી માધ્યમની કોઈ સ્કૂલ હોવાથી ટ્રસ્ટના હિન્દી માધ્યમની સ્કૂલ શરૂ કરવાના પ્રયાસો સફળ થતાં આગામી સત્રથી હિન્દી માધ્યમની પ્રથમ સ્કૂલ વડોદરામાં કાર્યરત થશે. જેને પગલે બધીરો માટે રાષ્ટ્ર ભાષામાં શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. બીજાં રાજ્યોમાં જ્યાં સેકન્ડરી વિભાગનું શિક્ષણ નથી ત્યાંનાં સ્ટુડન્ટ્સ અહીં આવીને ભણી શકશે. બોયઝ અને ગર્લ્સ બંને માટે હિન્દી માધ્યમ છે. શિક્ષણ વિભાગમાંથી સ્કૂલને માટે પરમિશન મળી ગઈ છે. જેથી સ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી ધો. 9થી હિન્દી માધ્યમ શરૂ કરાશે.

ગુજરાતમાં બધીર

માટે કેટલી સ્કૂલ છે?

અન્ય રાજ્યોની સ્કૂલમાં પણ જાણ કરીશું

ગુજરાતમાં અંદાજેગુજરાતી માધ્યમની 35 જેટલી સ્કૂલ્સ છે. જેમાં સેકન્ડરી માધ્યમમાં 10 અને હાયર સેકન્ડરીની માત્ર 3 સ્કૂલ્સ છે. વડોદરા ઉપરાંત ભાવનગર, નડિયાદ, અમદાવાદ, સુરત, નવસારી, રાજકોટમાં સેકન્ડરી સ્કૂલ્સ છે.

^અમને ધોરણ11-12 શરૂ કરવા માટે પરમિશન મળી ગઈ છે. અમારી પાસે હોસ્ટેલ ફેસિલિટીની રાજ્યોની અન્ય સ્કૂલ્સને જાણ કરીશું. > રશ્મિમહેતા, પ્રિન્સિપાલ,સેકન્ડરી-હાયર સેકન્ડરી સ્કૂલ

સ્કૂલ દ્વારાવર્ષે ગર્લ્સ માટેની અત્યાધુનિક સુવિધા હોસ્ટેલ પણ આગામી સત્રથી શરૂ થશે. હોસ્ટેલનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન થશે. સ્કૂલમાં ગર્લ્સ હોસ્ટેલ હતી. જેમાં 16 વિદ્યાર્થીઓ રહે છે. હિન્દી માધ્યમ શરૂ થવાથી અન્ય રાજ્યોમાથી આવનાર વિદ્યાર્થિનીઓ માટે પણ હોસ્ટેલ ઉપયોગી થઈ રહેશે.

આગામી શૈક્ષણિક સત્રથી હિન્દી માધ્યમની પ્રથમ શાળા કાર્યરત થશે.

ગર્લ્સ માટે હોસ્ટેલ ટૂંક સમયમાં શરૂ થશે

વડોદરાની સંસ્થાને મળેલી સફળતા