તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વીજ કંપનીનું શહેરને કેબલ ફ્રી િસટી બનાવવા આયોજન

વીજ કંપનીનું શહેરને કેબલ ફ્રી િસટી બનાવવા આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યગુજરાત વીજ કંપનીના સિટી સર્કલ વિભાગ દ્વારા શહેરની કેબલ ફ્રી સિટી બનાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાનું આયોજન હાથ પર લીધું છે. અંગે વીજ કંપની દ્વારા ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

પાંચ વર્ષ અગાઉ વડોદરા શહેરમાં વીજ કંપનીએ અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત શહેરના કેટલાક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવામાં પણ આવ્યા છે. એટલું નહીં મકરપુરા જી.આઇ.ડી.સી.માં પણ અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી તાજેતરમાં હાથ પર લેવાઇ છે.

દરમિયાન વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ વીજ કંપની દ્વારા હવે સમગ્ર શહેરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત હાઇ ટેન્શન અને લો ટેન્શન લાઇન મળી કુલ-700 કિ.મી.ની લંબાઇના અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. કામગીરી પાછળ ~80 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે.

શહેરમાં ઠેકઠાકાણે વીજ થાભલાઓ પર લટકતા વાયરોને કારણે વીજ કરંટ લાગવાના અને તેનાથી જાનહાનિના બનાવો ટાળવા માટે વીજ કંપનીએ વડોદરાને કેબલ ફ્રી સિટી બનાવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત વીજ કંપનીના અધિકારીઓ શહેરમા વિવિધ સ્થળોએ અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી માટેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે. જે રિપોર્ટ તૈયાર થયા બાદ કેન્દ્ર સરકારમાં રજૂ કરવમાં આવશે અને પછી તે અંગેની કામગીરી માટે કેન્દ્ર સરકારની સહાય મળવાની ગણતરી છે.