મારી જર્ની માણસોને સ્વીકારવાની જર્ની છે : કાજલ ઓઝા વૈદ્ય

બરોડામેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યે પોતાની જીવનયાત્રા વિશે...

DivyaBhaskar News Network | Updated - Oct 07, 2014, 03:00 AM
મારી જર્ની માણસોને સ્વીકારવાની 
 જર્ની છે : કાજલ ઓઝા વૈદ્ય
બરોડામેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યે પોતાની જીવનયાત્રા વિશે વાત કરતાં કહ્યું હતું કે મારી જર્ની માણસોને સ્વીકારવાની જર્ની છે. બીએમએ દ્વારા યોજાયેલ માય જર્ની સો ફાર..વિષય પર બોલતાં કાજલ ઓઝા વૈદ્યે કહ્યું હતું કે મારો પ્રવાસ ડિઝાઇન તોડીને જ્યાં દરવાજો નથી ત્યાં દરવાજો કરવાનો પ્રયાસ છે. 16 નવલકથા, 2 ટૂંકી વાર્તાસંગ્રહ, 6 નિબંધ સંગ્રહ અને 4 ઓડિયો બુક સહિત નાટ્યલેખન અને ફિલ્મ અને સિરિયલ લેખન અને કટારલેખન ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનારાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

કાર્યક્રમમાં પોતાના અત્યાર સુધીના જીવન વિશે હળવી અને ગંભીર શૈલીમાં વાચકો સાથે વાત કરતાં કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું કે મારાં વાચકોએ મને આજે મહત્ત્વના સ્થાને પહોંચાડી છે. મને પ્રસિદ્ધિની મજા નથી પણ કયાંક પહોંચવાનો આનંદ છે. મારી જર્ની માણસોને સ્વીકારવાની જર્ની છે અને શરૂઆત મારાથી કરી છે, તેમ જણાવતાં કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું કે સ્વતંત્રતા લોભામણો આકર્ષક શબ્દ છે પણ તેના માટે ઘણાં ઇએમઆઇ ભરવાં પડે છે. મારો પ્રવાસ હજુ પણ જારી છે અને ઘણું કરવાનું છે અને ઘણું લખવાનું છે. ડગલે ને પગલે હું ખૂબ શીખી છું અને તે મને અહીં સુધી ખેંચી લાવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. શેરખી પાસે બરોડા પ્રેસિડેન્સી સ્પોર્ટ્સ કલબ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્યે ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરી હતી.

કાજલ ઓઝા

X
મારી જર્ની માણસોને સ્વીકારવાની 
 જર્ની છે : કાજલ ઓઝા વૈદ્ય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App