તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • VMSSના ડમ્પરમાંથી મૃત પશુનાં અંગો રસ્તા પર પડતાં ઉત્તેજના

VMSSના ડમ્પરમાંથી મૃત પશુનાં અંગો રસ્તા પર પડતાં ઉત્તેજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશુનીકતલ બાદ નકામાં અંગો ભરીને પસાર થતા કોર્પોરેશનના ડમ્પરમાંથી નકામાં અંગો જાહેર માર્ગ પર વિવિધ જગ્યાએ પડતાં થોડા સમય માટે ચાર દરવાજા વિસ્તારમાં ઉત્તેજના ફેલાઇ હતી. જોકે, સ્થાનિક આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તુરંત સ્થળ પર આવીને જરૂરી કાર્યવાહી કરતાં મામલો થાળે પડ્યો હતો.

આજે બકરી ઇદ હોવાથી સાંજે પાણીગેટ રોડથી એમ.જી.રોડ પર પસાર થતા કોર્પોરેશનના ડમ્પરમાં પશુનાં નકામાં અંગો ભરેલાં હતાં અને તેનો પાછળનો દરવાજો વ્યવસ્થિત રીતે બંધ કરાયો હોવાથી રોડ પર વિવિધ જગ્યાએ હાડકાં અને નકામા માંસના ટુકડા પડ્યા હતા. બનાવના પગલે ભારે ઉત્તેજના ફેલાઇ હતી અને વિવિધ જગ્યાએ બંને કોમનાં લોકો એકઠાં થવા લાગ્યાં હતાં. બનાવની જાણ થતાં સ્થાનિક આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં પશુનાં અંગો હટાવી લેવાયાં હતાં.

ફોન આવતાં હું પહોંચી ગયો હતો

બનાવનીજાણ થતાં હું સ્થળ પર પહોંચી ગયો હતો. મેં મજૂરોને બોલાવી તમામ ટુકડા લેવડાવ્યા હતા અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને તેનો નિકાલ કરાવ્યો હતો. પોલીસ અધિકારીઓને જાણ કરાતાં તેઓ પણ આવી ગયા હતા. કોઇ અનિચ્છનીય ઘટના બની નથી. > લાલાભાઇશ્યામવાલા

અકસ્માતે બનાવ બન્યો હતો

કોર્પોરેશનનાડમ્પરમાંથી રોડ પર પશુનાં હાડકાં કેટલીક જગ્યાએ પડ્યાં હતાં. બનાવ અકસ્માતે બન્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓને તેની જાણ કરાતાં હાડકાં અને ટુકડા હટાવીને દવાનો છંટકાવ કરાયો હતો. કોઇ ઉત્તેજના ફેલાઇ હતી. > એ.એફ.સિંધી,એ.સી.પી

જે સમયેરોડ પર હાડકાં અને માંસના ટુકડા ડમ્પરમાંથી પડ્યા તે સમય અને મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં નમાજ માટે ગયા હતા એટલે પોલીસે અકસ્માતે બનેલા બનાવના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતી અને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

નમાજના સમયે બનાવ બન્યો

કોર્પોરેશનનું વાહન વેસ્ટ ભરી જતું હતું

બકરીઇદ હોવાના કારણે પશુના વેસ્ટના નિકાલ માટે કોર્પોરેશનનું વાહન વેસ્ટ ભરીને પસાર થઇ રહ્યું હતું ત્યારે વાહનમાં પાછળના ભાગે ફાલકુ (દરવાજો) હોવાના કારણે કેટલીક જગ્યાએ વેસ્ટ પડ્યો હતો. સ્થળ પર તુરંત સફાઇ કરાવી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. > મહેશરબારી, વોર્ડઓફિસર